નવી દિલ્હી : પાકિસ્તાન સાથે રાજસ્થાન ખાતેની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અછાનક હવામાનમાં પલ્ટો આવ્યા બાદ એલર્ટ ઇશ્યું કરાયું છે. સોમવારે બીકાનેરનાં બોર્ડર વિસ્તારોમાં હવામાનમાં અચાનક પરિવર્તન આવ્યા બાદ ખાજૂવાલા ગામમાં રેતીની વિશાળ દિવાલ બની ગઇ હતી. રેતીનો આ ફુગ્ગો પાકિસ્તાન તરફથી આવ્યો હતો. કેટલાક સ્થળો પર હવાની સાથે કડાકા ભડાકા થવાનાં કારણે લોકો પણ ગભરાયા હતા. ત્યાર બાદ તંત્ર દ્વારા લોકોને એલર્ટ રહેવા માટેની અપીલ કરી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેસલમેર, બિકાનેર, હનુમાનગઢ, ચુરૂ, સહિત ઉત્તરી રાજસ્થાનમાં તોફાનનું એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજસ્થાનમાં આગામી 48 કલાકની ચેતવણી ઇશ્યું કરી છે. તે પહેલા તોફાન અને ભારે વરસાદની આશંકાને ધ્યાને રાખીને હરિયાણા સરકારે બે દિવસ માટે તમામ સરકારી અને પ્રાઇવેટ શાળામાં રજાઓ જાહેર કરી છે. ત્યાર બાદ વડાપ્રધાન કાર્યાલય (PMO)એ હવામાન વિભાગ પાસે આ અંગે માહિતી માંગી હતી. PMOને પુછ્યું કે, આખરે કઇ રીતે હરિયાણા સરકારને એડ્વાઇઝરી આપવામાં આવી છે કે શાળા બંધ કરવા પડી રહી છે. 

PMOનાં સવાલ અંગે હવામાન વિભાગ પરેશાન કરનારો જવાબ આપ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે તેમની તરફથી હરિયાણા સરકારને એવી કોઇ એડ્વાઇઝરી ઇશ્યું નથી કરવામાં આવી કે શાળા બંધ કરી દેવામાં આવે. હવામાન વિભાગે દેવેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે, હરિયાણા સરકારને શાળા બંધ કરવા માટે કોઇ એડ્વાઇઝરી નથી અપાઇ. 24 કલાકમાં દિલ્હી -એનસીઆરમાં તોફાનનાં મુદ્દે એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. જ્યારે જમ્મુ કાશ્મીર હિમાચલ અને ઉતરાખંડમાં પશ્ચિમી વિક્ષોભનાં કારણે ભારે વરસાદની સાથે કરા પણ પડી શકે છે.