નવી દિલ્હી : કેરળમાં પુર જેવી દુર્ઘટનાથી બચવા માટે નવી ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના પ્રમુખ કેજે રમેશે જણાવ્યું કે, વરસાદથી નદીઓ અને જળાશયોમાં પાણીના સ્તરમાં થયેલા વધારાની ગણત્રી કરવા માટે નવી ટેક્નોલોજી વિકસિત કરવામાં આવી છે. તેનાથી વરસાદના પ્રભાવને નજીકથી મોનિટર કરવાથી મોનિટર કરવામાં રાજ્ય સરકારને ઘણી મદદ મળી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે, આ ટેક્નોલોજીનું નામ ઇમ્પૈક્ટ બેસ્ડ ફોરકાસ્ટિંગ એપ્રોચ છે, જે પહેલા જ સતર્ક કરી દે છે. એવામાં આ ટેક્નીકથી રિયલ ટાઇમમાં નિર્ણય લેવામાં અધિકારીઓને ખુબ જ મદદ થશે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા આયોજીત એક ઇવેન્ટમાં રમેશે કહ્યું કે, આગળ હોઇ શકે છે, તેની ગણત્રી કરવું મહત્વનું હોય છે. એવામાં અમે પાણીને રિલીઝ કરવું કે ન કરવા મુદ્દે નિર્ણય લઇ શકે છે. આ દરેક રાજ્ય તંત્ર માટે નિર્ણય લેવાની મદદગાર હશે. અમે પહેલા જ સંભવિત અસરને ધ્યાને રાખીને સિસ્ટમ રન કરી શકીએ છીએ. અમે આ ટેક્નોલોજીની સેવા લેવાની સ્થિતીમાં પહોંચી ચુક્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટમાં કેરળમાં થયેલા ભારે વરસાદના કારણે 500થી વધારે લોકોનાં મોત થઇ ગયા હતા. અને 40 હજાર કરોડ રૂપિયાથી વધારેનાં આર્થિક નુકસાન ઉઠાવવું પડ્યું હતું. કેરળનાં મુખ્યમંત્રી પી.વિજયનને વિધાનસભામાં કહ્યું હતું કે, IMDની તરફથી વરસાદની ભવિષ્યવાણી મુદ્દે ચુક થઇ હતી. તેમણે કહ્યું કે, IMDએ 9થી15 ઓગષ્ટ વચ્ચે રાજ્યમાં 98.5 mm વરસાદની પરવાનગી વ્યક્ત કર્યું હતું, જો કે કેરળમાં આ દરમિયાન 352.2 mm નોંધાયો હતો. 

 IMDના મહાનિર્દેશકે સ્વિકાર્યું કે કેરળમાં ભારે વરસાદના કારણે આવેલા પુરથી જે નુકસાન થયું, તે ગ્લોબલ વોર્મિંગનુ પરિણામ હતું.તેમણે કહ્યું કે, નેચર પત્રિકા અનુસાર દર વર્ષે ચક્રવાત આવવાની સંખ્યા 10થી વધીને 18 થઇ ગઇ અને ભારે વરસાદનું પ્રમાણ પહેલા 13 દિવસ માટે હતી. હવે 10 દિવસ થઇ ગઇ છે. રમેશે કહ્યું કે, ગરમ સાગર ખંડોના કારણે ઓખી ચક્રવાત અંગે અનુમાન લગાવી શકાય નહી. ત્યાર બાદ જ ઓક્ટોબરમાં નવી ટેક્નોલોજીને વિકસિત કરવામાં આવી.