IMD Weather Forecast:  ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાત, મધ્ય પ્રદેશ, અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આઈએમડીએ ગુજરાતમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને મંગળવારે ભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરેલું છે. પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર કોંકણમાં સોમવારની સાથે સાથે જ ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. બુધવાર સુધી કચ્છમાં હવામાન આવું રહે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
રાજ્ય હવામાન ખાતાએ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરેલુ છે જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ જિલ્લાઓ માટે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. 


જ્યારે આવતી કાલ માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓ માટે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરેલું છે. 20 તારીખ માટે કચ્છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કરાયું છે અને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ માટે વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરાયેલું છે. 



દેશમાં કેવું રહેશે હવામાન
શક્યતા છે કે ઉત્તરાખંડમાં સોમવારે  ભારે વરસાદની સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જમ્મુ સંભાગ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, અને ઉત્તરી ઉત્તર પ્રદેશમાં પણ આ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે. ઓરેન્જ એલર્ટ હોવાના કારણે સોમવારે આંદમાન અને નિકોબાલ દ્વિપ સમૂહમાં ભારેથી અતિ ભારે વરસાદની ભવિષ્યવાણી કરાઈ છે. અનુમાન છે કે ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં બુધવારે અને ગુરુવારે હળવાથી મધ્યમ વરસાદ વરસશે. આ સાથે જ મંગળવાર અને બુધવારે ગંગીય પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. 


ગુરવારે ઝારખંડમાં પણ સોમવારથી ગુરવાર સુધી સમગ્ર ઓડિશા જેવું જ હવામાન રહેવાની આશા છે. 21 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળ અને હિમાલયની નીચે સિક્કિમમાં કેટલાક છૂટાછવાયા ઝાપટા અને ક્યાંક ભારે વરસાદની શક્યતા છે. 


નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગુરુવાર સુધી હળવાથી મધ્યમ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અસમ અને મેઘાલયમાં સોમવારથી ગુરુવાર સુધી અને અરુણાચલ પ્રદેશમાં બુધવાર અને ગુરુવારે આ પ્રકારની ભવિષ્યવાણી કરાઈ છે. બુધવાર અને ગુરુવારે અસમ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરની સાથે સાથે ગુરુવારે અરુણાચલ પ્રદેશમાં અલગ અલગ સ્થળો પર અતિભારે વરસાદની શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube