નવી દિલ્હીઃ હવામાન વિભાગે દેશભરમાં ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. દેશના 20 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે રાજ્યોમાં વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં યુપી, ઉત્તરાખંડ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જે આગામી 5 દિવસ સુધી સતત ચાલુ રહેશે. વરસાદનું એલર્ટ એવા રાજ્યોમાં પણ છે જ્યાં અત્યાર સુધી ચોમાસું બેસી ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે 2 જુલાઈથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આજે પણ ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. 2 જુલાઈથી દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વરસાદના એલર્ટમાં રાજસ્થાન, હરિયાણા અને પંજાબનો પણ સમાવેશ થાય છે જ્યાં ચોમાસું પહોંચ્યું નથી. આગામી બે દિવસમાં અહીં ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહી છે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં 1 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. પૂર્વ રાજસ્થાનમાં 1 જુલાઈએ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં 1, 4 અને 5 જુલાઈએ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 5 જુલાઈએ ભારે વરસાદનું એલર્ટ છે.


આ પણ વાંચોઃ ચાલુ સરકારી બસમાં યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો કંડક્ટર, વાયરલ થયો વીડિયો


એમપી છત્તીસગઢ અને વિદર્ભના વિસ્તારોમાં આગાહી
હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે મધ્ય ભારતના રાજ્યોમાં સતત વરસાદ ચાલુ રહેશે. આગામી 5 દિવસ સુધી અહીં વરસાદ ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં 1લી જુલાઈએ, પૂર્વ મધ્યપ્રદેશમાં 5મી જુલાઈએ, છત્તીસગઢમાં 4થી અને 5મી જુલાઈએ વિદર્ભના વિસ્તારોમાં 5મી જુલાઈએ ભારે વરસાદ પડશે. તે જ સમયે, પશ્ચિમ ભારતના રાજ્યોમાં, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.


પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય અને અરૂણાચલમાં પણ વરસાદ
બીજી તરફ ગુજરાતમાં 1 જુલાઈથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વાદળોએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે. અહીં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. IMD અનુસાર, હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. બિહારમાં 1 જુલાઈથી 3 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત ગંગાના પશ્ચિમ બંગાળના બે ઝારખંડમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં 3 જુલાઈએ અને ઓડિશામાં 3 અને 5 જુલાઈ વચ્ચે ભારે વરસાદ પડશે.


આ પણ વાંચોઃ લગ્નના 9 વર્ષ સુધી પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નહીં, કોર્ટે આપી છૂટાછેડાને મંજૂરી


કર્ણાટક, તમિલનાડુ અને કેરલમાં 5 દિવસ વરસાદ
તો દક્ષિણ ભારતમાં કેરલ, કર્ણાટકમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ છે. કર્ણાટક, તમિલનાડુ અને કેરલના સમુદ્રી વિસ્તારમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડશે. તો આંધ્ર પ્રદેશના સમુદ્રી વિસ્તારમાં 3થી 5 જુલાઈ વચ્ચે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube