Weather Forecast: ફરી તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું જોખમ? અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ! જાણો લેટેસ્ટ અપડેટ
Heavy Rain Forecast: ચોમાસાએ ફરી એકવાર જોરદાર પલટી મારી છે અને દેશમાં ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
IMD Forecast of 11 September 2023: દિલ્હી-એનસીઆર સહિત દેશમાં ફરીથી સક્રિય થયેલા ચોમાસાએ છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં ખુશનુમા પલટો કરી દીધો છે. શનિવાર અને રવિવારે ઉત્તર ભારતમાં સતત વાદળ છવાયેલા રહ્યા અને અટકી અટકીને વરસાદ પડતો રહ્યો. હવે હવામાન ખાતાએ આજે એટલે કે સોમવાર માટે તાજા અપડેટ જાહેર કરી છે. જો તમે આજે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરતા હોવ તો પહેલા આ અપડેટ ખાસ જાણી લો.
ક્યાં છે વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. IMD મુજબ મોનસુન ટ્રફ હાલ પોતાની સામાન્ય સ્થિતિના દક્ષિણમાં બનેલું છે. હાલ ચોમાસું પવન જેસલમેર, કોટા, સીધી, જમશેદપુર, દીઘા અને પછી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફથી બંગાળની પૂર્વોત્તર ખાડીમાંથી પસાર થઈ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આગામી 3-4 દિવસમાં સમગ્ર પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 12 સપ્ટેમ્બરની આજુબાજુ ઉત્તર-પશ્ચિમ અને તેની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક તાજુ ચક્રવાતી પરિસંચરણ બનવાની સંભાવના છે. જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાનની આ સક્રિયતાથી ઓડિશા અને છત્તીસગઢમાં વરસાદની ગતિવિધિઓ વધવાની વકી છે. આ સાથે જ આગામી દિવસોમાં કેરળ, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, અને તેલંગણામાં પણ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત માટે શું કહે છે અંબાલાલની આગાહી
વરસાદને લઈને હવામાન શાસત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. જેને લઈ ઉત્તર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. નોંધનીય છે કે, ગઇકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરાઇ છે. 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
આગામી 24 કલાક બાદ રાજ્યમાંથી વરસાદનું જોર ઘટશે. જોકે, આગાહીમાં કચ્છમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી 24 કલાક માટે વરસાદની આગાહી આવી ગઈ છે. 11 અને 12 તારીખે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદારા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. આ સ્થળો સિવાય સુરતમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે સુરત, નવસારી, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગના અપડેટ અનુસાર, આગામી 24 કલાકમાં સારો વરસાદ રહેશે. ખેડા, પંચમહાલમાં ભારે વરસાદ રહેશે, તો અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં પણ વરસાદ રહેશે. આ ઉપરાંત છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ આગાહી છે. અમદાવાદમાં 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ 24 કલાક બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. પરંતુ સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં વરસાદ ફરી દસ્તક દેશે.
સાત દિવસની આગાહીમાં 14 અને 15મી સપ્ટેમ્બરે દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ કે થંડરશાવરની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube