અસમ મેઘાલયમાં રેડ એલર્ટ જાહેર, આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, 15 જૂન સુધી શાળા-કોલેજો બંધ
આખા દેશમાં પડે રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ચૂક્યા છે. દરેક કોઇ આ ભીષણ ગરમીથી છુટકારો મેળવવા માટે વરસાદની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ પૂર્વોત્તરના અસમ અને મેઘાલયમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ ત્યાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
IMD Alert: આખા દેશમાં પડે રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ થઇ ચૂક્યા છે. દરેક કોઇ આ ભીષણ ગરમીથી છુટકારો મેળવવા માટે વરસાદની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ પૂર્વોત્તરના અસમ અને મેઘાલયમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ ત્યાં વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જાહેર કરેલા એલર્ટ અનુસાર અસમ મેઘાલયમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. આ ચેતાવણી બાદ આઇએમડીએ આ વિસ્તારમાં 14 જૂનથી માંડીને 18 જૂન સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઇએમડીએ જણાવ્યું કે આ દરમિયાન પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ વરસાદની આશંકા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે પશ્વિમી વિક્ષોભના કારણે ઉત્તર ભારતના લોકોને પણ ગરમીમાંથી જલદી રાહત મળવાની સંભાવના છે. દેશના ઉત્તરી ભાગો સહિત, દિલ્હી, હરિયાણા, પંજાબ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં 16 અને 17 જૂનના રોજ વરસાદની આશંકા છે. તો બીજી તરફ જમ્મૂ કાશ્મીરમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યારે ગુજરાત, કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્રના મરાઠાવાડા, પશ્વિમ બંગાળ અને તમિલનાડુમાં આઇએમડીના અનુસાર મોનસૂન આગળ વધી ગયું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube