નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ  (IMD)ના પૂર્વાનુમાન પ્રમાણે ભારતના ભોટા ભાગમાં એપ્રિલ-જૂનના મહિનામાં તાપમાનમાં વધારો થઈ શકે છે. આઈએમડીએ કહ્યું કે ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પીય ક્ષેત્રના કેટલાક ભાગને છોડીને મોટા ભાગે દેશમાં એપ્રિલથી જૂન સુધી સામાન્યથી વધુ તાપમાન વધવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીટવેવ શરૂ થવાનું અનુમાન
હવામાન વિભાગે મધ્ય, પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગમાં સામાન્યથી વધુ ગરમ હવા ફેંકાવાની ભવિષ્યવાણી કરી છે. આઈએમડીના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીષગઢ, ગુજરાત, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગમાં હીટવેવ શરૂ થશે. 


આ પણ વાંચોઃ કાયદાની કલમ 144 વિશે તમે ફિલ્મોમાં બહુ સાંભળ્યું હશે, હવે જાણી લો તેનું મહત્વ શું છે


એપ્રિલથી જૂન દરમિયાન વધશે તાપમાન
2023ની એપ્રિલથી જૂન ગરમ મોસમ દરમિયાન, દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. જ્યારે, દક્ષિણ દ્વીપકલ્પના ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે.


એપ્રિલમાં થશે સામાન્ય વરસાદ
ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ક્ષેત્રો અને દ્વીપકલ્પીય ક્ષેત્રના કેટલાક ભાગને છોડીને મોટા ભાગમાં સામાન્યથી વધુ લઘુત્તમ તાપમાન રહેવાની સંભાવના છે. હવામાન બ્યૂરોએ કહ્યું કે ભારતમાં એપ્રિલમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દ્વીપકલ્પીય ક્ષેત્રના મોટા ભાગમાં સામાન્ય વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ કોરોનાનો કહેર યથાવત! છેલ્લા 24 કલાકમાં નવા 2994 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 16000ને પાર


આ રાજ્યોમાં શરૂ થશે હીટ વેવ
બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેટલાક અન્ય રાજ્યોમાં હીટવેવ શરૂ થવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube