નવી દિલ્હીઃ Tej Effect On India: હવામાન વિભાગે કહ્યું કે અરબી સમુદ્રના સાઉથ-વેસ્ટમાં ચાલી રહેલ વાવાઝોડું તેજ આજે એટલે કે રવિવારે અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય શકે છે. હવામાન વિભાગ પ્રમાણે તેજ 25 ઓક્ટોબરની સવારે યમનના અલ ગૈદા અને ઓમાનના સલાલાહના કિનારાને પાર કરી લેશે. આઈએમડીએ જણાવ્યું કે સાઉથ-ઈસ્ટ અને સાઉથ-વેસ્ટ અરબી સમુદ્રની ઉપર દબાણનું ક્ષેત્ર બની ગયું છે, જેના 22 ઓક્ટોબરે ભયંકર ચક્રવાતી તોફાનમાં બદલાવવાની આશંકા છે. નોંધનીય છે કે આ અરબી સમુદ્રમાં બીજું વાવાઝોડું હશે. મહાસાગરમાં સાઇક્લોનના નામકરણના ફોર્મ્યૂલા પ્રમાણે અરબી સમુદ્રમાં આવતા આ વાવાઝોડાનું નામ તેજ રાખવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાંક બિપરજોય જેવું ન થઈ જાય
આઈએમડી અનુસાર તોફાન તેજના આજે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલવા અને ઓમાનના સાઉથ કોસ્ટ તરફ વધવાની શક્યતા છે. તે પાસેના યમન કિનારા તરફ પણ વધી શકે છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ક્યારેક-ક્યારેક સાઇક્લોન પોતાના પૂર્વાનુમાનના રસ્તાથી ભટકી પણ શકે છે, જેમ વાવાઝોડા બિપરજોયમાં જોવા મળ્યું હતું. 


આ પણ વાંચોઃ ડિગ્રી વિના મળી રહી છે ઉચા પગાર વાળી આ 10 નોકરીઓ, ટ્રાય કરશો તો પડી જશે મેળ


બિપરજોયે કઈ રીતે વધારી હતી મુશ્કેલી?
જાણી લો કે બિપરજોય વાવાઝોડું જૂન મહિનામાં અરબી સમુદ્રમાં આવ્યું હતું. શરૂઆતમાં તે નોર્થ-વેસ્ટ દિશામાં વધ્યા બાદ ગુજરાતમાં માંડવી અને પાકિસ્તાનમાં કરાચી તરફથી પસાર થયું હતું. ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હાલમાં તેજથી કોઈ ખતરો નથી. પરંતુ જૂનમાં અરબ સાગરમાં ઉભા થયેલા બિપોરજોય તોફાને ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં ભયંકર તબાહી મચાવી હતી. પહેલા તે વેસ્ટ તરફ વધી રહ્યું હતું બાદમાં તેણે દિશા બદલી અને કચ્છના કિનારા પર ટકરાયું હતું. 


ભારત પર શું પડશે અસર?
તો સ્કાઈમેટ વેધર પ્રમાણે મોટા ભાગના મોડલ સંકેત આપી રહ્યાં છે કે તેજ તોફાન યમન-ઓમાનના કોસ્ટ તરફ વધી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધુ છે કે ભારતના રાજ્યો પર તેની કોઈ અસર પડશે નહીં. આવું એટલા માટે કારણ કે સાઇક્લોન તેજ વેસ્ટ-નોર્થ અને વેસ્ટ તરફ વધશે. આ કારણે ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube