ચેન્નઇ: ચક્રવાતી તૂફાની નિવાર (Cyclone Nivar)બાદ આગામી દિવસોમાં તમિલનાડુ (Tamil Nadu)માં ફરી એકવાર આફત આવવાની છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આશંકા વ્યક્ત કરી છે કે આગામી ચાર દિવસોમાં તમિલનાડુ (Tamil Nadu) ઉપરાંત પુડુચેરી, કેરલ અને આંધ્ર પ્રદેશ ( Puducherry, Kerala and Andhra Pradesh)ના તટીય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળની ખાડીમાં બની રહ્યું છે ઓછા દબાણનું ક્ષેત્ર
હવામાન વિભાગ (IMD)ના અનુસાર બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળું ક્ષેત્ર બનેલું છે. આ ઓછા દબાણનું ક્ષેત્ર સોમવારે રાત સુધી ભારે દબાણવાળા વાયુ ક્ષેત્રમાં બદલાઇ શકે છે અને આગામી દિવસોમાં તમિલનાડુ (Tamil Nadu),પુડુચેરી, કેરલ અને તટીય આંધ્રમાં મધ્યમથી ભારે અને એકદમ ભારે વરસાદ (Heavy Rain)પડી શકે છે. 


સમુદ્રમાં ગયેલી 218માંથી 8 બોટો પરત ફરી
તમિલનાડુ (Tamil Nadu)ના મત્સ્ય મંત્રી ડી.જયકુમારે કહ્યું કે હવામાન ખરાબ હોવાની આશંકાને જોતાં સમુદ્રમાં ગયેલી 200થી વધુ હોડીઓને સુરક્ષિત પરત લાવવા માટે સરકારના પ્રયત્નો ચાલુ છે. તેના માટે કોસ્ટ ગાર્ડના જહાજની મદદ પણ લેવામાં આવી રહી છે. અત્યાર સુધી 218માંથી 8 હોડીઓ સુરક્ષિત રીતે પરત આવી છે. મંત્રી ડી જયકુમારએ કેરલ, કર્ણાટક, ગોવા અને લક્ષદ્રીપમાં અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો કે તે પોતાની માછલી પકડવાના પોર્ટમાં તમિલનાડુંની હોડીને સુરક્ષિત અટકાવવાની અનુમતિ અને મદદ પુરી પાડે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube