Weather Update: લૂની ચપેટમાં ઘણા રાજ્ય, IMD એ જાહેર કર્યું યલો એલર્ટ, જાણો ક્યારે પડશે વરસાદ
આઇએમડીના અનુસાર દક્ષિણ પ્રયદ્રીપીય વિસ્તારમાં 7 જૂનથી વરસાદ શરૂ થઇ શકે છે. ઉપ હિમાલયી પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે.
IMD weather update: ભારતીય હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી ચારથી પાંચ દિવસમાં આકાશ સ્વચ્છ સ્પષ્ટ રહેવાની ભવિષ્યવાણી કરી છે. દિલ્હી ફરી એકવાર લૂની ચપેટમાં છે. રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક ભાગોમાં પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. આગ ઓકતી ગરમીમાંથી આગામી કેટલાક સુધી રાહત જોવા મળી રહી નથી. હવામાન વિભાગે દિલ્હીમાં અલગ-અલગ સ્થળો પર લૂની ચેતાવણી આપતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સાત દિવસના પૂર્વાનુમાનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી ભારે પવન સાથે આકાશ ચોખ્ખુ રહેશે. નફજગઢના હવામાન કેન્દ્રમાં અધિકતમ તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube