IMD Rain Alert: આગામી પાંચ દિવસ પડશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Rain Alert, Weather Latest Update: આ વર્ષે ચોમાસાની વિદાયમાં વિલંબ થયો છે. 23 ઓક્ટોબરે ચોમાસુ આખરે જતું રહ્યું, તેમ છતાં કેટલાક રાજ્યોમાં હજુ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ Weather Forecast, IMD Rainfall Alert: ચોમાસાની સીઝન ભલે પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ ઘણા રાજ્યોમાં વરસાદ આવી રહ્યો છે. પાછલા દિવસોમાં હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે ભારતના બધા રાજ્યોમાંથી ચોમાસાની સીઝન પૂરી થઈ ચુકી છે. તેમ છતાં દક્ષિણના ઘણા રાજ્યોમાં આવનારા દિવસોમાં વરસાદ થવાનો છે. હવામાન વિભાગ અનુસાર, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 29થી 31 ઓક્ટોબર સુધી હળવા વરસાદની શક્યતા છે. તો અંડમાન અને નિકોબારમાં પાંચ દિવસ સુધી વરસાદ થશે.
હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા અપડેટ અનુસાર કેરલ અને માહેમાં 30 અને 31 ઓક્ટોબરે ભારે વરસાદ થશે. તો તટીય આંધ્ર પ્રદેશ અને યમનના વિસ્તારમાં 31 ઓક્ટોબરે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 27 ઓક્ટોબરે હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાંચોઃ હેટ સ્પીચ કેસમાં આઝમ ખાનને 3 વર્ષની સજા, ગુમાવશે ધારાસભ્ય પદ
આ સિવાય અંડમાન અને નિકોબાર આયલેન્ડમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી બાકી રાજ્યોમાં વરસાદ થશે નહીં. પરંતુ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને સવારે તથા સાંજના સમયે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે.
નોંધનીય છે કે આ વર્ષે ચોમાસાની વિદાય મોળી થઈ છે. 23 ઓક્ટોબરે આખરે ચોમાસુ ભારતમાં સમાપ્ત થઈ ગયું. સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. તેના કારણે યુપી-બિહાર જેવા રાજ્યોમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરના વરસાદે મોનસૂનની કમી દૂર કરવામાં મદદ કરી હતી. સામાન્ય રીતે 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ચોમાસાની સીઝન માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબરના શરૂઆતી દિવસોમાં પણ વરસાદ પડ્યો હતો. યુપી, બિહાર, દિલ્હી જેવા ઉત્તર ભારતના રાજ્યો સહિત દેશના અન્ય ભાગમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube