નવી દિલ્હીઃ IMD Rainfall Alert, Weather Update: દેશના વિવિધ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરીય દ્વીપકલ્પ ભારત, ઓડિશા, છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ સુધી મોનસૂન સક્રિય રહેવાનું છે. આ સિવાય બે દિવસ બાદ એટલે કે પાંચ સપ્ટેમ્બરથી નોર્થઈસ્ટ ઈન્ડિયા, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વી ભારતની વાત કરીએ તો ગંગીય પશ્ચિમ બંગાળમાં ત્રણ અને ચાર સપ્ટેમ્બર, ઓડિશામાં ત્રણથી 7 સપ્ટેમ્બર, અંડમાન અને નિકોબારમાં ત્રણથી પાંચ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે. આ સિવાય દક્ષિણ ભારત માટે હવામાન વિભાગે કહ્યું કે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ, યમન, કેરલ, માહે, તેલંગણામાં ત્રણથી સાત સપ્ટેમ્બર સુધી વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તટીય અને દક્ષિણી ઈન્ટીરિયર કર્ણાટકમાં છ અને સાત સપ્ટેમ્બરે ભારે વરસાદ થશે. તો ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટક અને રાયલસીમામાં ત્રણ અને ચાર સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. 


આ પણ વાંચોઃ Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ


મધ્ય ભારતની વાત કરીએ તો પશ્ચિમી મધ્ય પ્રદેશમાં છ અને સાત સપ્ટેમ્બરે, પૂર્વી મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં પાંચથી સાત સપ્ટેમ્બર, છત્તીસગઢમાં સાત સપ્ટેમ્બરે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દેશના પશ્ચિમી ભાગની વાત કરીએ તો કોંકણ, ગોવામાં ત્રણથી સાત સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પાંચથી સાત સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે. નોર્થ ઈસ્ટ ઈન્ડિયાને લઈને હવામાન વિભાગનું કહેવું છે કે અમસ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છ અને સાત સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube