IMD Rainfall Alert: હવામાનનો મિજાજ બદલાશે, પાંચ દિવસ થશે વરસાદ, આંધી-તોફાનની પણ ચેતવણી
Weather Update, 4 March Weather Report: છેલ્લા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીના વિસ્તારમાં ગુરૂત્તમ તાપમાન 28-32 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યું.
નવી દિલ્હીઃ IMD Rainfall Alert, Weather Update, 4 March Weather Report: દેશભરના મોટા ભાગના રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત ઘણી જગ્યાએ તાપમાન એવરેજથી ઉપર પહોંચી ગયું છે. પરંતુ કેટલાક વિસ્તારમાં પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચારથી આઠ માર્ચ સુધી, પાંચ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ-વાવાઝોડાની એન્ટ્રી થઈ શકે છે. તેવામાં હવામાનનો મિજાજ બદલાવાનો છે.
છેલ્લા 24 કલાકમાં હવામાનની સ્થિતિ
છેલ્લા 24 કલાકમાં હવામાનની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરી રાજસ્થાનના વિસ્તારમાં ગુરૂત્તમ તાપમાન 28-32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યું, જ્યારે દક્ષિણી રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં ગુરૂત્તમ તાપમાન 32-35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે. આ પ્રમાણે એવરેજ તાપમાનથી તે બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. તો ગુજરાત, દક્ષિણી કોંકણ, ગોવા, વિદર્ભ, તટીય કર્ણાટક, તેરલ, ઓડિશામાં ગુરૂત્તમ તાપમાન 36-38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેરેકોર્ડ કરવામાં આવ્યું. કર્ણાટકમાં કેટલીક જગ્યાએ હીટવેવની સ્થિતિ જોવા મળી હતી.
આ પણ વાંચોઃ સગીર બાળકી પર બળાત્કાર અને હત્યામાં ફાંસીની સજા પામેલો વ્યક્તિ છૂટી ગયો, SCનો ચૂકાદો
જાણો કેવું રહેશે તાપમાન
હવામાન વિભાગ અનુસાર તટીય કર્ણાટકમાં આજે પણ હીટવેવની સ્થિતિ રહેશે. તો કાલથી આ વિસ્તારમાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે. પશ્ચિમી ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ તાપમાન સ્થિત રહેશે અને પછી બે-ત્રણ ડિગ્રી પારો નીચે આવી શકે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના સમુદ્રી વિસ્તારમાં ગુરૂત્તમ તાપમાન બેથી ચાર ડિગ્રી વધુ રહેશે. મધ્ય ભારતમાં બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube