વરસાદ છોડો...હવે ઠંડી પણ ભૂક્કા કાઢશે, લા નીનોના કહેરથી ભીષણ ઠંડી પડશે, IMDની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આ વર્ષે ભારતમાં ભયાનક ઠંડી જોવા મળી શકે છે. આઈએમડીએ સંકેત આપ્યો છે કે લા નીનાની સ્થિતિના કારણે ઉત્તર ભારતમાં ભારે ઠંડી જોવા મળી શકે છે. જાણો શું છે લા નીના અને કેમ મચાવી શકે કોહરામ.
IMD warns of harsh winter: ગ્રીષ્મકાલીન ચોમાસું હવે વિદાય થવાની તૈયારીમાં છે અને સોમવારે સામાન્ય કરતા લગભગ 8 ટકા વધુ વરસાદ નોંધાવ્યા બાદ 'સામાન્યથી વધુ' શ્રેણીમાં પૂરું થયું છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચોમાસું ઓક્ટોબરના મધ્ય સુધીમાં દેશભરમાંથી સંપૂર્ણ રીતે વિદાય થઈ શકે છે અને દક્ષિણ-પૂર્વી પ્રાયદ્વીપમાં લગભગ તે સમયે (17 ઓક્ટોબર સુધી)માં શિયાળું મોનસૂન શરૂ થઈ જશે. આઈએમડીએ મંગળવારે આ અંગે ચેતવણી ઉચ્ચારી છે. તેમના જણાવ્યાં મુજબ ઉત્તર ભારત ખાસ કરીને દિલ્હી એનસીઆર અને આસપાસના મધ્ય ક્ષેત્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ ઠંડી પડવાના સંકેત છે કારણ કે ઓક્ટોબર નવેમ્બર દરમિયાન લા નીનાની સ્થિતિ બની શકે છે.
શું છે આ લા નીના
લા નીના એ કુદરતી આબોહવાની ઘટનાનો એક ભાગ છે જેને અલ નીનો સધર્ન ઓસિલેશન (ENSO) કહેવાય છે. તેમાં બે વિરોધી તબક્કાઓ છે, અલ નીનો અને લા નીના, જે બંને વૈશ્વિક હવામાનમાં નોંધપાત્ર ફેરફાર કરે છે. લા નીના એક જળવાયુ ઘટના છે જે મધ્ય અને પૂર્વ મધ્ય ભૂમધ્યરેખીય પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રની સપાટીના તાપમાનના સમયાંતરે ઠંડા હોવા સાથે જોડાયેલું છે. જો કે તે ભારતીય ઉપમહાદ્વીપમાં સારા ચોમાસું વરસાદ સાથે જોડાયેલું છે, પરંત વિવિધ વૈશ્વિક મોડલો દવારા પૂર્વાનુમાનો છતાં તે દક્ષિણ-પશ્ચિમ (ઉનાળું) ચોમાસુના મહિનાઓ દરમિયાન ગેરહાજર રહ્યું. જેનાથી એવું અનુમાન થઈ રહ્યું છે કે આ વખતે ખુબ ઠંડી પડી શકે છે.
લા નીના એક આબોહવા પેટર્ન છે
લા નીના એક એવી આબોહવા પેટર્ન છે જેમાં ઈક્વેટોરિયલ પેસિફિકમાં સમુદ્રની સપાટીનું સરેરાશથી વધુ ઠંડુ તાપમાન થઈ જાય છે. તેમાં તાપમાનમાં ખુબ ભેજપ અને વરસાદની આશા વધી જાય છે. આ પેટર્ન સામાન્ય રીતે એપ્રિલ અને જૂન વચ્ચે શરૂ થાય છે. તેજ પૂર્વી વાયરાથી આ સ્થિતિ પેદા થાય છે જે સમુદ્રના પાણીને પશ્ચિમ તરફ ધકેલે છે. જેનાથી સમુદ્રની સપાટી ઠંડી થાય છે. આ પેટર્ન આખી દુનિયામાં આબોહવા પર અસર પાડી શકે છે.
લા નીના દરમિયાન પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વી ભાગોમાં સમુદ્રનું તાપમાન સામાન્યથી ઠંડુ હોય છે. જેનાથી વાયુમંડળીય દબાણ અને પવનમાં ફેરફાર હોય છે. આ ફેરફાર આબોહવા પેટર્નને બદલે છે જેના કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે જેમ કે....
1. દુષ્કાળ અને જળ સંકટ
2. ભારે વરસાદ અને પુર (કેટલાક વિસ્તારોમાં)
3. તાપમાનમાં ફેરફાર
4. તોફાન અને ચક્રવાતની ઓછી સંખ્યા
5. કૃષિ અને ખાદ્ય ઉત્પાદન પર પ્રભાવ
લા નીનાનું યોગ્ય અનુમાન નવેમ્બરમાં થશે
આઈએમડી પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રા મુજબ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન લા નીનાની સ્થિતિ વિક્સિત થવાની 71% શક્યતા છે. જે વર્ષોમાં લા નીના થાય છે, દેશના ઉત્તરી ભાગ, ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ ભારત અને તેની નજીક મધ્ય ક્ષેત્રમાં તાપમાન સામાન્યથી ઓછું (સામાન્યથી વધુ ઠંડુ) હોય છે. આથી શિયાળાના મહિનાઓમાં શીત લહેરની સ્થિતિ થઈ શકે છે. જો કે તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેની ગંભીરતા અંગે પછીથી જ ખબર પડી શકશે કારણ કે લા નીનાની સ્થિતિ હજુ નબળી છે અને હવામાન વિભાગે એ જોવાનું રહેશે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં તે કેટલું મજબૂત હશે.