મુંબઈ: શુક્રવારે મળેલી થોડી રાહત બાદ મુંબઈમાં આજે ફરીએકવાર જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની દસ્તક સાથે જ વરસાદના કારણે જાણે મુંબઈની રફ્તાર થોભી ગઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિકના પણ હાલહવાલ થઈ ગયા છે. શહેરની લાઈફલાઈન સમાન લોકલ ઉપર પણ અસર  પડી છે. અનેક જગ્યાઓ પર લોકલ ટ્રેનો 10થી 12 મિનિટ મોડી ચાલી રહી છે. જેનાથી લોકોને મુશ્કેલી પડી  રહી છે. આ બાજુ છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અનેક વિમાન સેવાઓ ડાઈવર્ટ કરવી પડી છે. હવામાન ખાતાએ આગામી બે દિવસ માટે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદના એલર્ટ વચ્ચે દક્ષિણ પશ્ચિમ મોનસૂને હવે મુંબઈમાં પોતાની હાજરી જણાવી દીધી છે. હવામાન ખાતાએ મુંબઈ અને થાણા જેવા મહારાષ્ટ્રના વિસ્તારોમાં અધિકૃત રીતે ચોમાસું પહોંચી ગયું હોવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં મુંબઈથી કોલાબામાં 38.2 અને સાંતાક્રુઝમાં 37 મિમી વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. શહેરના માહિમ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે.


સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીનું કહેવું છે કે મુંબઈની સેન્ટ્રલ લાઈન પર લોકલ ટ્રેનો 10થી 12 મિનિટ મોડી ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ લોકલ રદ કરાઈ નથી.



આગામી બે વર્ષ ભારે વરસાદનું એલર્ટ
હવામાન ખાતાની ચેતવણીથી અલગ શુક્રવારે મુંબઈમાં વરસાદ તો બંધ રહ્યો પરંતુ શનિવારે ફરીથી એકવાર મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વિભાગે અગાઉ  ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી. હજુ બે દિવસ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. મુંબઈ અને પરા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને જોતા એલર્ટ પણ જારી કરવામાં આવી છે અને વધારાની ફોર્સ પણ તહેનાત કરાઈ છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં વરસાદ પર ભારતીય હવામાન ખાતા(IWD)ના અજય કુમારે જણાવ્યું કે આગામી બે દિવસ મુંબઈ અને કોંકણ વિસ્તારોમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે. અમે તમામ એજન્સીઓ અને માછીમારોને ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.



આજ માટે હવામાન ખાતાએ લોકોને સચેત રહેવાનું કહ્યું છે. વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં હદથી વધુ વરસાદની આશંકા વ્યક્ત કરતા એક બે વિસ્તારોમાં તો લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપી છે. હવામાન ખાતાનું અનુમાન છે કે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત કેરળ અને લક્ષદ્વિપમાં પણ આગામી 24 કલાક હવામાન ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે.



દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મુંબઈ પહોંચ્યું
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD)એ રાજ્યના દક્ષિણ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી જવાની જાહેરાત કરી. તેની અસરથી ભારે વરસાદ પડી રહ્યો છે. શહેમાં સામાન્ય રીતે 10 જૂન એટલે કે રવિવારે ચોમાસુ બેસવાનું હતું. 9થી11 જૂન સુધી ભારે વરસાદની સંભાવના અને એલર્ટ બાદ મુંબઈ પોલીસે રિઝર્વ પોલીસ ફોર્સ પાસે 1500થી વધુ કર્મીઓને તહેનાત કરવાનું કહ્યું છે. જેથી કરીને આપાત સ્થિતિમાં વરસાદમાં ફસાયેલા લોકોની મદદ થઈ શકે.