નવી દિલ્હીઃ IMD Weather Alert: આજથી એટલે કે 24 મે બુધવારથી હવામાનમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત વિચિત્ર રહી છે. થોડા દિવસોની ગરમી બાદ પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાના કારણે હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને તાપમાનમાં સરેરાશ કરતા વધુ ઘટાડો જોવા મળ્યો હતો. હવે આવનારા થોડા દિવસોમાં પણ આવા જ બદલાવ જોવા મળી શકે છે. ચાલો તમને જણાવીએ કે હવામાન વિભાગ દ્વારા કયા રાજ્યો માટે હવામાનની આગાહી જારી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMD એ જારી કરી ચેતવણી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી) એ 24, 25 અને 26 મેએ ઓલાવૃષ્ટિ, ભારે વરસાદ અને આંધીની કેટલાક રાજ્યો માટે ચેતવણી જારી કરી છે. આઈએમડીએ એક ટ્વીટમાં કેટલાક રાજ્યનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં 24 અને 25 મેએ ઓલાવૃષ્ટિ થઈ શકે છે. 


બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા, કેન્દ્રએ આપી મંજૂરી


ધૂળના તોફાનની ચેતવણી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજસ્થાનના કેટલાક ભાગોમાં 24 થી 26 મે દરમિયાન ધૂળની ડમરીઓ આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube