નવી દિલ્હીઃ જુલાઈ મહિનામાં દેશના અનેક રાજ્યોમાં કુદરતનો કાળો કહેર જોવા મળી રહ્યો છે... પહાડોમાં ભારે વરસાદ મોટી આફત બની રહ્યો છે... તો મેદાની પ્રદેશોમાં પૂરના પાણીથી લોકો ઘરની અંદર પૂરાઈ રહેવા મજબૂર છે... દેશના કયા રાજ્યોમાં કેવો છે મોસમનો માર?.. શું ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક રાજ્યોમાં કાળો કહેર છે?... જોઈશું આ રિપોર્ટમાં.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો કુદરતના ક્રૂર મિજાજની સાક્ષી પૂરી રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ઉત્તરાખંડમાં એક પછી એક પહાડો તૂટી રહ્યા છે... ચમોલી જિલ્લામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર મોટો પહાડ તૂટી પડ્યો... જેના કારણે થોડીવારમાં આખું આકાશ ધૂળથી ભરાઈ ગયું... જેને જોઈને આ નજારો કેમેરામાં કેદ કરનારા લોકો ધ્રૂજી ઉઠ્યા.



તો ખતરનાક દ્રશ્યો  ઉત્તરાખંડમાં પણ જોવા મળ્યા છે. માત્ર જગ્યા બદલાઈ... જોશીમઠની પાસે સવારના સમયે આખો પહાડ પત્તાના મહેલની જેમ નીચે સરક્યો.. જેના કારણે યાત્રાળુઓમાં નાસભાગ મચી ગઈ... આ દ્રશ્યો નજરે નિહાળનાર હાજર લોકોએ કહ્યું આ ભૂસ્ખલન નથી, સાક્ષાત મોત છે.... 


પહાડો પર ભારે વરસાદથી પહાડો આતંક મચાવી રહ્યા છે... તો મેદાની પ્રદેશોમાં પૂરના પાણીથી લોકો ત્રાહિ ત્રાહિ પોકારી ઉઠ્યા છે.... સૌથી પહેલાં વાત ઉત્તર-પૂર્વના રાજ્ય અસમની... અહીંયા ભારે વરસાદના કારણે બ્રહ્મપુત્રા નદીના પાણી હજુ સુધી ઉતર્યા નથી... જેના કારણે 108 ગામના 23,000 લોકો પ્રભાવિત થયા છે... 


ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં પણ આ સ્થિતિ છે. અહીંયા ભારે વરસાદના કારણે 20 જેટલાં ગામડામાં પૂરના પાણી ફરી વળ્યા છે... ખેતરો હોય કે ગામમાં જવાનો રસ્તો લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે...
તો યુપીના આંબેડકરનગરમાં ઘાઘરા નદીમાં જળસ્તર ભયજનક સ્તરે પહોંચી ગયું છે... જેના કારણે નદીકાંઠાના વિસ્તારમાં જમીનનું ધોવાણ શરૂ થઈ ગયું છે... હાલમાં પાણીનો પ્રવાહ વધતાં ગામલોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.... 


માત્ર ગામડાઓ જ નહીં ફ્લાય ઓવર પર પણ વરસાદના પાણી ભરાઈ જતાં તંત્રની પોલ ખૂલી ગઈ છે... હાપુરમાં દેવ નંદિની ફ્લાયઓવર પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો....


ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠ્યા છે... તો અનેક નદીઓ ભયજનક સ્તરે વહેતાં નીચાણવાળા ગામડાઓ અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે... ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હવાઈ સર્વેક્ષણ કરીને સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો....


હવાઈ સર્વેક્ષણ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂરગ્રસ્ત વિસ્તારોનું હોડીમાં બેસીને નિરીક્ષણ કર્યુ.... સાથે જ તે વિસ્તારના લોકો સાથે મુલાકાત કરીને તેમની શું માગણીઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો....



આ દ્રશ્યો ઉત્તરાખંડના ખટીમા શહેરના છે... ભારે વરસાદના કારણે અહીંયા કેવી સ્થિતિનું નિર્માણ થયું છે તે આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે.... ખેતરમાં રહેલાં પાકમાં પાણી ભરાઈ ગયા છે... તો અનેક હેક્ટરોમાં પાક ઉંધો પડી જતાં ખેડૂતોને મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે....


નવી દિલ્લીમાં થોડોક વરસાદ પણ મોટી મુશ્કેલી સર્જે છે... દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર અડધો કલાક કે કલાકના વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા છે... જેના કારણે વાહનચાલકો મહામુસીબતે તેમાંથી પસાર થઈ રહ્યા છે.... 


જોકે ઉત્તર ભારતના રાજ્યોની મુશ્કેલી હજુ ઓછી થવાની નથી.... કેમ કે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલે જુલાઈના 10 દિવસમાં જ આ હાલત છે... તો જરા વિચાર કરો, જ્યારે અતિભારે વરસાદ વરસશે તો દેશના અનેક રાજ્યોની શું હાલત થશે?... તે વિચાર જ ડરાવી નાંખનારો છે...