IMD Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ લો પ્રેશર સિસ્ટમ, આ વિસ્તારોમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Heavy Rain Prediction: રાજ્ય હવામાન વિભાગે આગામી સમય માટે વરસાદની આગાહી કરી છે જે મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. હળવાથી લઈને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 સપ્ટેમ્બર સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરેલી છે. ઓડિશા, ઈસ્ટ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદનું અનુમાન છે.
Gujarat Weather Forecast: ભારતીય હવામાન વિભાગે 17 સપ્ટેમ્બર સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરેલી છે. ઓડિશા, ઈસ્ટ મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત ઉત્તરાખંડના કેટલાક ભાગો, વેસ્ટ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મેઘાલય, અસમ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અને તેલંગણામાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન ખાતાએ કહ્યું કે 15 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં વધુ વરસાદ પડી શકે છે. જ્યારે 16 સપ્ટેમ્બરે વેસ્ટ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને મરાઠાવાડામાં વરસાદ પડી શકે છે.
IMD ની ચેતવણી
જ્યારે 17 સપ્ટેમ્બરે પણ સેન્ટ્રલ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને મરાઠાવાડામાં વધુ વરસાદ પડવાની વકી છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઈસ્ટ રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, તેલંગણા, કોંકણ, ગોવા અને સેન્ટ્રલ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો, મરાઠાવાડા અને આંદમાન તથા નિકોબાર દ્વિપ સમૂહમાં પણ ભારે વરસાદના એંધાણ છે.
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ શનિવાર સુધીમાં ભારતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 15 સપ્ટેમ્બરે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પવન ફૂંકાશે અને વરસાદ પડશે. બીજી બાજુ 16-17 સપ્ટેમ્બરે વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઈસ્ટ રાજસ્થાન અને ઝારખંડમાં ભારે વરસાદનું અનુમાન છે.
આઈએમડીએ કહ્યું છે કે બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું હતું જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી બે દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં પ્રભાવ જોવા મળે તેવી શક્યતા છે. જેનાથી છેલ્લા 24 કલાકમાં બોલાંગીર અને રાયગઢા જિલ્લામાં ભારે વરસાદ જોવા મલ્યો. આગામી 24 કલાકમાં ભારે વરસાદ ચાલુ રહેવાના કરાણે રાજ્યમાં નદીઓના જળસ્તરમાં વધારો થવાથી આંતરિયાળ વિસ્તારોમાં અચાનક પૂર આવી શકે છે.
આ વિસ્તારોમાં વરસાદની વકી
ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ શુક્રવારે 15 સપ્ટેમ્બરે દેશના અનેક ભાગોમાં છૂટાછવાયા તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની વકી છે. પૂર્વોત્તર ભારત, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, દક્ષિણ ગુજરાત, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, સિક્કિમ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, ઝારખંડ, કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદની વકી છે.
ઉત્તરાખંડ, હિમાચલ પ્રેદશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, પૂર્વ રાજસ્થાન, કેરળ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, લક્ષદ્વિપ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક ભાગોમાં ભારે વરસાદનું અનુમાન કરાયું છે.
ગુજરાત માટે વરસાદની આગાહી
રાજ્ય હવામાન વિભાગે આગામી સમય માટે વરસાદની આગાહી કરી છે જે મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ રહેશે. હળવાથી લઈને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પાટણ અને બનાસકાંઠા સિવાય તમામ સ્થળે વરસાદ રહેશે.
આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન ખાતા દ્વારા 16 થી 18 સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 સપ્ટેબરે છોટા ઉદેપુર. નર્મદા. ડાંગ. વલસાડ. નવસારી. દમણ. દાદરા નગર ભારે વરસાદ પડી શકે છે જ્યારે 17 સપ્ટેમ્બર આનંદ. પંચમહાલ. દાહોદ. વડોદરા, તાપીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 17 સપ્ટેબર સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 સપ્ટેમ્બરે આનંદ, વડોદરા. છોટા ઉદેપુર, ભરૂચ ભારે વરસાદ પડી શકે છે. 18 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અતિભારે વરસાદ પડવાની વકી છે. 17 સપ્ટેમ્બરે ભાવનગરમા ભારે વરસાદ પડવાની શક્યતા છે. 18 સપ્ટેમ્બરે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની વકી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં 98 વરસાદની વકી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમને લઇને વરસાદી માહોલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube