IMD Weather Update: ભીષણ ગરમીનો સામનો કરી રહેલાં દેશના લોકોને રાહત મળી રહી છે. વાદળો અને વરસાદને કારણે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન દેશના પશ્ચિમી, મધ્ય અને પૂર્વી ભાગમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન છે. આ દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારમાં છુટાછવાયાથી લઈને ભારે વરસાદની આશા છે. તો હવામાન વિભાગે ખુશખબર આપી છે કે હવે દેશમાંથી હીટવેવ ખતમ થઈ ગયો છે. ભારતમાં આ વર્ષે જોરદાર ગરમી પડી છે. કેટલાક ક્ષેત્રોમાં પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયો હતો. મોટી સંખ્યામાં હીટવેવના કારણે લોકોના મોત પણ થયા હતા. પરંતુ અધિકારીઓનો હાવો છે કે મૃત્યુનું કારણ હીટવેવ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે આ વર્ષે મોનસૂનના આગમનમાં વિલંબ થયો છે. જ્યાં સામાન્ય રીતે એક જૂને એન્ટ્રી થાય છે તો આ વખતે 8 જૂને કેરલમાં મોનસૂનનો પ્રવેશ થયો હતો. ત્યારબાદ બિપરજોય તોપાનને કારણે મોનસૂન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. પરંતુ વરસાદમાં સુધારે ન માત્ર લાખો લોકોને તાપમાનથી રાહત મળશે, પરંતુ ખેડૂતોના ચોખા, સોયાબીન, મકાઈ અને દાળ જેવા પાકોને પણ મદદ મળશે. હવામાન કાર્યાલયે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન, જે દેશના વાર્ષિક વરસાદનું લગભગ 75 ટકા છે, તે 10 દિવસ રોકાયા બાદ ગુરૂવારે આગળ વધ્યું છે. 


આ પણ વાંચોઃ અંબાલાલ પહેલીવાર ખોટા પડ્યા! પણ વરસાદની આ આગાહી સાચી ઠરી તો ગુજરાતના નીકળશે છોતરા!


આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ પ્રદેશના કેટલાક વધુ ભાગો, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર રાજ્યોના બાકીના ભાગો અને છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાનું કહેવાય છે. ચોમાસાની મોસમમાં વરસાદ, જે સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે, આ વર્ષે અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 31% ઓછો છે. મધ્ય પ્રદેશમાં લાંબા ગાળાની સરેરાશ કરતાં 60% ઓછો વરસાદ થયો છે. જો આગામી સપ્તાહોમાં ચોમાસું ગતિ પકડવામાં નિષ્ફળ જાય તો પાકના ઉત્પાદનને ફટકો પડી શકે છે, ખાદ્યપદાર્થોના ભાવ વધી શકે છે અને ભારત ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રાખી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube