નવી દિલ્હીઃ દેશમાં વધુ એક ચક્રવાતી તોફાન ત્રાટકશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે એક ચેતવણી જારી કરીને કહ્યું કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એરિયા હવે સારી રીતે ચિહ્નિત લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયું છે. તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની આશા છે, જે ધીમે ધીમે 30 નવેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર એક દબાણમાં ફેરવાશે. તેના બે ડિસેન્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીક દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન 'મિચાંગ'માં પરિવર્તિત થવાની સંભાવના છે. આ મિચાંગ તોફાનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ અને આંધી તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર અને તેની નજીકના મેદાની વિસ્તારમાં આગામી બે દિવસ સુધી નવી વેસ્ટર્ન ડિસ્ટબન્સ અસર કરી શકે છે. આઈએમડી અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત-બાલ્ટિસ્તાન અને હિમાચલ પ્રદેશમાં 29,30 નવેમ્બરે ભારે વરસાદ પડશે. આ સિવાય બરફવર્ષાનું પણ એલર્ટ છે.


આ પણ વાંચોઃ પતિ-પત્ની વચ્ચે લડાઈ બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, દિલ્હીમાં મળી મંજૂરી


ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં આગામી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશ, વિદર્ભમાં આગામી ત્રણ દિવસ વચ્ચે મધ્યમ વરસાદ, આંધી તોફાનની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં 29 અને 30 નવેમ્બરે વરસાદ થઈ શકે છે. આ સિવાય મધ્ય દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરલ અને માહેમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થશે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 29 નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી વરસાદ પડી શકે છે. તો કેરલ અને માહેમાં 30 નવેમ્બર અને એક ડિસેમ્બર અને આંધ્ર પ્રદેશ અને યમનમાં બે અને ત્રણ ડિસેમ્બરે વરસાદની શક્યતા છે. 


ચક્રવાતી તોફાનની દેખાશે આ અસર
આવનારા તોફાનને કારણે અંડમાન અને નિકોબાર દ્વીપમાં 29 અને 30 નવેમ્બરે વરસાદ પડી શકે છે. સમુદ્રી તમિલનાડુ અને પુડુચેરીમાં એકથી 3 ડિસેમ્બર વચ્ચે ભારે વરસાદ થશે. આ સિવાય આંધ્ર પ્રદેશના સમુદ્રી વિસ્તારમાં ચાર ડિસેમ્બર સુધી વચ્ચે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અંડમાન સમુદ્ર તથા અંડમાન તથા નિકોબાર દ્વીરમાં 25-45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને પણ 5 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube