દેશભરના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન ખાતાનું માનીએ તો આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની વકી છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી વરસાદનો સિલસિલો જોવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદના પગલે ગરમીથી રાહત છે તો ક્યાંક વરસાદ આફત બીને વરસી રહી છે. પહાડો પર ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું હાઈ અલર્ટ
મંગળવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. હવે હવામાન વભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. જેને જોતા હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં આગામી 2 દિવસ (29 અને 30 જૂન) સુધી હાઈ અલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાનું માનીએ તો દમણ અને દાદરા નાગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળશે. અહીં પણ હવામાન ખાતાએ હાઈ અલર્ટ જાહેર કર્યું છે. 


સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત કાંઠે ગઈ કાલે પણ વરસાદની ગતિવિધિ વધારતું સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ રહ્યું. જેના પગલે મેઘરાજા સૌરાષ્ટ્રમાં પણ ભારે ગતિશિલ થયા છે. આજે નવસારી, સુરત,વલસાડ સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને કાંઠા વિસ્તારો, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લા અને દીવમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. દરિયામાં કલાકના 55 કિમીની તીવ્ર ઝડપેપવન ફૂંકાવાની સાથે 15 ફૂટ સુધી મોજા ઉછળે તેવી પણ ચેતવણી અપાઈ છે. 


નવી દિલ્હીના હાલ
હવામાન ખાતાનું માનીએ તો દેશની રાજધાની દિલ્હીમાં આજે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 36 ડિગ્રી નોંધાઈ શકે છે. આજે નવી દિલ્હીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હવામાન ખાતાનું માનીએ તો રવિવાર સુધીમાં નવી દિલ્હીમાં સતત વરસાદનો દોર ચાલુ રહેશે. નોઈડાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. 


અન્ય રાજ્યોના હાલ
હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાઈમેટનું માનીએ તો ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કીમ, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કોંકણ અન ગોવા તથા કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ પૂર્વોત્તર ભારત, બિહારના પૂર્વ ભાગોમાં, છત્તીસગઢના કેટલાક ભાગો, કેરળ, વિદર્ભ મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અને લક્ષદ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. 


મહારાષ્ટ્રમાં આગામી 24 કલાકનું અલર્ટ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પહાડો પર કહેર વર્તાવ્યા બાદ હવે વરસાદ મહારાષ્ટ્ર, ગુજરાતમાં આફત બની રહી છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બુધવાર ભારે વરસાદ પડ્યો. રાજ્યોના અનેક જિલ્લાઓ માટે આજે યલ્લો અલર્ટ જાહેર છે. જ્યાં 29 અને 30 જૂનના રોજ ભારે વરસાદની સંભાવના છે. મૂસળધાર વરસાદના કારણે મુંબઈ નજીક થાણેના અનેક વિસ્તારોમાં બુધવારે પાણી ભરાઈ ગયા. જ્યારે માયાનગરીના રસ્તાઓ પણ પાણીના સૈલાબથી ઝૂઝતી જોવા મળી. વરસાદના કાણે અંધેરી સબબવેમાં એટલું પાણી ભરાઈ ગયું કે ત્યાં ટ્રાફિક રોકાઈ ગયો. 


યુપીના હવામાનના હાલ
હવામાન ખાતાનું માનીએ તો યુપીની રાજધાની લખનઉમાં આજે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી અને વધુમાં વધુ તાપમાન 33 ડિગ્રી નોંધાઈ શકે છે. આ સાથે જ લખનઉમાં આજે