નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)થી સાજા થયેલા લોકો આ દિવસોમાં અન્ય દર્દીઓની આશા છે. આ લોકો પોતાના પ્લાઝ્માનું ડોનેટ કરી અન્યનો જીવ બચાવી રહ્યા છે. આનું એક કારણ એ છે કે જેમણે કોરોનાને હરાવ્યો છે તેમના શરીરમાં એન્ટિબોડીઝ તૈયાર થઇ જાય છે, જે સંક્રમણને ફરીથી વિકસિત થવા દેતો નથી. પરંતુ તે દરમિયાન, વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે, કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની ઇમ્યુનિટી કાયમ રહેતી નથી. થોડા મહિનામાં, આ લોકોની ઇમ્યુનિટી આપમેળે ઓછી થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમેરિકામાં લેટ સ્ટેજ કોરોના વેક્સિન ટ્રાયલની તૈયારી, જલદી મળી શકે છે ખુશખબર


ફરી કોરોના થવાનો પણ છે ખતરો
બ્રિટનના Medrxiv સામયિકમાં પ્રકાશિત એક નવા સંશોધન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસથી જે લોકો સાજા થયા છે તેમને ફરીથી સંક્રમણ ફેલાઇ શકે છે. વૈજ્ઞાનિકોના દુનિયાભરમાંથી એકત્રિત કરેલા ડેટાના આધારે, નિષ્કર્ષ એ છે કે કેટલાક મહિનાઓ પછી કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં ઇમ્યુનિટી ઓછી થાય છે. કોરોના વાયરસ સામે શરીરમાં તૈયાર એન્ટિબોડીઝ પણ ટૂંક સમયમાં અદૃશ્ય થઈ જાય છે.


આ પણ વાંચો:- Coronavirus: છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ કેસ, ભયભીત કરતો મોતનો આંકડો


લંડનની કિંગ્સ કોલેજના ડો. કેટી ડ્યુરેસ કહે છે કે, કોરોનાથી સાજા થતાં દર્દીઓની અંદર, એક એન્ટિબોડી તૈયાર કરવામાં આવે છે જે સંક્રમણને ફરીથી ફેલાતો અટકાવે છે. પરંતુ અમને સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે લગભગ ત્રણ મહિના પછી આ એન્ટિબોડીઝ શરીરમાં સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય છે. આને કારણે ફરીથી કોરોના ફેલાવાનો ભય રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube