નવી દિલ્હી : શુક્રવારનો દિવસ મા લક્ષ્મીની પૂજા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે જન્મનારા લોકોને ચંદ્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે. શુક્રવારના દિવસે સફેદ કપડા પહેરવામાં આવે છે, અને દૂધની બનેલી મીઠાઈથી મા લક્ષ્મીને ભોગ લગાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, શુક્રવારે ઘરથી દહીં ખાઈને નીકળવું કેટલુ શુભ માનવામાં આવે છે. મા લક્ષ્મીને સફેદ વસ્તુઓ બહુ જ પ્રિય હોય છે અને દૂધની બનાવેલી વસ્તુઓનો ભોગ ચઢાવવાથી તે જલ્દીથી પ્રસન્ન થાય છે. શુક્રવારે દહી ખાઈને નીકળવાથી તમારુ કામ જલ્દી પૂરુ થવામાં મદદ મળે છે. દહી ખાઈને નીકળવાથી આખો દિવસ મંગલમય બની રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપ્તાહના સાત દિવસના ઉપાયો


સોમવાર
સોમવારના દિવસે જો તમે કોઈ જરૂરી કામથી નીકળી રહ્યા છો તો અરીસામાં તમારો ચહેરો જોઈને નીકળજો.


મંગળવાર
હનુમાનજીની કૃપા મેળવવા માટે અને આ દિવસે તમારા દરેક કામ શુભ બનાવવા માટે કંઈક મીઠું ખાઈને બહાર નીકળો. શક્ય હોય તો બેસનના લાડુ અથવા ગોળ ખાઈ લો.


બુધવાર
આ દિવસે લીલા ધાણાના પાન ખાઈને નીકળવું શુભ ગણવામાં આવે છે. જે તમારા દરેક કામને સફળ બનાવશે.


ગુરુવાર
જો તમે આ દિવસે ઘરથી બહાર નીકળતા પહેલા મોઢામાં સરસવના દાણા મોઢામાં મૂકશો તો તમારો દિવસ સફળ રહેશે.


શનિવાર
શનિદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસ માટે અનેક લોકો કેટકેટલાય પ્રયાસો કરે છે. શનિવારે કોઈ સારા કામ માટે નીકળી રહ્યા છો તો આદુ કે ઘી ખાઈને નીકળો.


રવિવાર
રવિવારનો દિવસ આમ તો આરામ કરવાનો દિવસ હોય છે. પરંતુ આજના દિવસે જો શુભ કામ કરવા નીકળવું હોય તો ખાવાનું પાન તમારી પાસે રાખીને નીકળો. 


સપ્તાહના સાતેય દિવસ અલગ અલગ મહત્વ ધરાવે છે. આમ તો દરેક દિવસ શુભ હોય છે. પરંતુ અનેકવાર જરૂરી કામ માટે દિવસની શુભતા જોવામાં આવે છે. શાસ્ત્રો અને જ્યોતિષના જાણકારો અનુસાર માનવામાં આવે છે કે, જો તમે કોઈ સારા કામ માટે ઘરથી નીકળી રહ્યા છો તો તે દિવસ મુજબ ઉપાય કરવાથી કાર્યમાં જલ્દીથી સફળતા મળે છે.