ભોજનમાં વપરાતા મીઠાના છે બીજા અનેક ફાયદા, જાણવા કરો ક્લિક
મીઠું રોજબરોજના ભોજનમાં વપરાતું મહત્વનું ઘટક છે
નવી દિલ્હી : ભોજનમાં જો મીઠું ન હોય તો એ સાવ બેસ્વાદ લાગે છે પણ શું તમે ક્યારેય ચહેરા પર મીઠું લગાવવાનો વિચાર કર્યો છે? તમને આ જાણીને આશ્ચર્ય થશે પણ આ હકીકત છે. જો તમે ચહેરા પર મીઠું લગાવો તો એ ચહેરાની ચમક વધારી શકે છે. મીઠામાં એવા ગુણ છે જે ચહેરાની ચમક વધારે છે અને એનાથી ત્વચાને ફાયદો થાય છે.
ઉનાળામાં સ્કીન ડેડ થઈ જાય છે અને આ ડેડ સ્કિનને હટાવવામાં મીઠું બહુ ફાયદાકારક છે. આ માટે મીઠું, ઓલિવ ઓઇલ, લેવેન્ડર ઓઇલ તેમજ બદામનું તેલ મિક્સ કરીને ચેહરા પર સ્ક્રબ કરવું જોઈએ.
આ સિવાય વિટામિનની ઉણપને કારણે ક્યારેક નખ નબળાં પડી જાય છે અને તૂટવા લાગે છે. આ પરિસ્થિતિમાં 1 ચમચી મીઠું, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી બેકિંગ સોડા તથા અડધો કપ હુંફાળું પાણી મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને નખ પર લગાવવાથી થોડા જ દિવસમાં નખ ચમકવા લાગશે. આ સિવાય જો દાંત પીળા પડી જાય તો એને હટાવવા માટે એક ચમચી મીઠું અને બે ચમચી બેકિંગ પાઉડરની પેસ્ટથી દાંત સાફ કરવામાં આવે તો દાંત ચમકવા લાગશે.