લોકસભા ચૂંટણી 2019 : 11 એપ્રિલથી 19 મે સુધી 7 તબક્કામાં વોટિંગ, જાણો 10 મોટી વાત
દસ પોઇન્ટમાં ચાલો સમજીએ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની મોટી જાહેરાતો
નવી દિલ્હી : ભારતા મુખ્ય ચૂંટણી કમિશનર અને સુનીલ અરોડાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચાલો દસ પોઇન્ટમાં ચાલો સમજીએ ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની મોટી જાહેરાતો.
1-લોકસભા ચૂંટણીની ઘોષણા સાથે જ રવિવારથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
2-તમામ પોલિંગ સ્ટેશન પર વીવીપૈટનો ઉપયોગ થશે.
3-સાત તબક્કામાં થશે લોકસભાની ચૂંટણી.
4-પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે થશે.
5-ત્રીજા તબક્કાનું મતદાન 23 એપ્રિલે અને ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે.
6-પાંચમા તબક્કાનું મતદાન 6 મેના દિવસે અને છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેના દિવસે થશે.
7-સાતમા તબક્કાનું મતદાન 19મેના દિવસે થશે.
8-પ્રથમ તબક્કામાં 91 લોકસભા સીટ માટે, બીજા તબક્કામાં 97 લોકસભા માટે અને ત્રીજા તબક્કામાં 115 સીટો માટે મતદાન થશે.
9-ચોથા તબક્કામાં 71 સીટ પર, પાંચમાં તબક્કામાં 51 સીટ પર, છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર અને સાતમા તબક્કામાં 59 સીટ પર ચૂંટણી થશે.
10-મતગણતરી 23 મેના દિવસે થશે.