નવી દિલ્હીઃ સિંગાપુર (Singapore) ના નવા વેરિએન્ટને બાળકો માટે ખતરનાક ગણાવી વિવાદોમાં ઘેરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ની સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીમાં લાગી ગઈ છે. તેને લઈને દિલ્હી સરકારે (Delhi government) એક હાઈ લેવલ બેઠક કરી છે. તેમાં સંભવિત ત્રીજી લહેરથી મુકાબલો કરવા માટે મુખ્યમંત્રી કેજરીવાલે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો માટે બનશે ટાસ્ક ફોર્સ
કોરોના વાયરસ સંક્રમણની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાને લઈને યોજાયેલી બેઠકમાં સરકારના મુખ્ય અધિકારીઓ સામેલ થયા હતા. બેઠકમાં મુખ્યમંત્રી કેજરીવાલે નિર્ણય લીધો છે બાળકોને કોરોનાથી બચાવવા વિશેષ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. અધિકારીઓની આ ટીમ બેડ્સ, ઓક્સિજન અને દવાઓની આપૂર્તિને લઈને પૂર્વ તૈયારીઓ કરશે. બેઠકમાં તે પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓક્સિજન સપ્લાય અને તેની ઉપલબ્ધતાને લઈને પ્રાથમિકતાના આધાર પર કામ કરવામાં આવશે. 


આ પણ વાંચોઃ Barge P305: દરિયામાં ઉછળતા મોજા વચ્ચે કલાકો સુધી તરતા રહ્યા, ચોધાર આંસુએ રડતા નેવીનો માન્યો આભાર


બીજી લહેરમાં ઉભી થઈ હતી ઓક્સિજનની અછત
કોરોના વાયરસની બીજી લહેરમાં દિલ્હીની સ્થિતિ ખરાબ રહી હતી. અહીં સંક્રમણના કેસ મોટી સંખ્યામાં સામે આવ્યા અને અનેક લોકોના મૃત્યુ પણ થયા હતા. ઘણા લોકોના મોત ઓક્સિજનની અછતને કારણે થયા. તેને લઈને કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચે નિવેદનબાજી પણ જોવા મળી હતી. ત્યારબાદ આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ વખતે ત્રીજી લહેરની આશંકાને જોતા દિલ્હી સરકારે પહેલાથી તૈયારી શરૂ કરી દીધી છે. 


મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, સિંગાપુરમાં આવેલ કોરોનાનું નવુ સ્વરૂપ બાળકો માટે ખતરનાક છે, ભારતમાં તે ત્રીજી લહેરના રૂપમાં આવી શકે છે. કેન્દ્ર સરકારને મારી અપીલ છે કે સિંગાપુરની સાથે હવાઈ સેવાઓ તત્કાલ બંધ કરે અને બાળકો માટે વેક્સિનના વિકલ્પો પર પ્રાથમિકતાના આધારે કામ કરવામાં આવે. આ નિવેદન પર સિંગાપુર સરકારે નારાજગી વ્યક્ત કરતા કહ્યુ કે, મુખ્યમંત્રીએ તથ્યો વગર નિવેદન આપ્યું જે નિરાશાજનક છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube