પ્રયાગરાજ : પ્રયાગરાજમાં ચાલી રહેલી સંતોની ધર્મ સંસદમાં જાહેરાત કરવામાં આવી છે કે સંત સમાજનાં લોકો આવતા મહિને પ્રયાગથી અયોધ્યા માટે કુચ કરશે. પરમ ધર્મ સંસદની તરફથી આપેલી પ્રેસ જાહેરાતમાં કહેવામાં આવ્યું કે મંદિર નિર્માણ માટે 21 ફેબ્રુઆરીની તારીખ નિશ્ચિત કરવામાં આવી છે. કોર્ટનાં વલણ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ખેદનો વિષય છે કે કુતરાઓને પણ તત્કાલ ન્યાય અપાવનારા રામનાં દેશમાં રામજન્મભુમિકનાં કેસને ન્યાય નથી મળી રહ્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીનાં ઇંટરવ્યુંનો ઉલ્લેખ કરતા કહેવાયું કે, વડાપ્રધાન મોદીએ પોતાનાં ઇન્ટરવ્યુમાકં કહ્યું કે ન્યાય પ્રક્રિયા પુર્ણ થયા બાદ જ્યારે તેમનો વારો આવશે તો તેઓ પોતાની ભુમિકા નિભાવશે. તેઓ પોતાનાં વચન પર સ્થિર નથી રહી શક્યા અને તેમણે રામ જન્મભુમિ વિવાદની ન્યાય પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાવી છે. જેમાં બિન વિવાદિત જમીનને તેના માલિકોને પરત કરવાની વાત કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું કે 48 એકર જમીન રામજન્મભુમિ ન્યાસની છે. જ્યારે સત્ય છે કે એક એક એકર જમીન ઉપરાંતની તમામ જમીન ઉત્તરપ્રદેશ સરકારની છે જે રામાયણ પાર્ક માટે ફાળવવામાં આવી હતી. 

ગોળી ખાવી પડશે તો ખાઇશું પરંતુ અટકીશું નહી
ધર્મ સંસદની આગેવાની કરી રહેલા શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી તરફથી અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે સવિનય અવજ્ઞા આંદોલનનાં પહેલા તબક્કામાં હિંદુઓમી મનોકામનાઓની પુર્તિ માટે 21 ફેબ્રુઆરી, 2019ની તારીખ નક્કી કરવામાં આવી છે. વસંત પંચમી બાદ અમે પ્રયાગરાજથી અયોધ્યા માટે પ્રસ્થાન કરીશું. તેના માટે અમારે જો ગોળી ખાવી પડે કે જેલ પણ જવું પડે તો અમે પ્રસ્તુત છીએ. 

જો કે સરકારને ચિમકી આપતા કહ્યું કે, આ કામમાં સત્તાનાં ત્રણ અંગોમાંથી કોઇ પણ દ્વારા અવરોધ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો અમે સંપુર્ણ હિંદુ જનતાને ધર્માદેશ બહાર પાડીએ છીએ કે જ્યા સુધી મંદિર નિર્માણ ન થઇ જાય ત્યાં સુધી દરેક હિંદુનુ કર્તવ્ય હશે કે તે ધરપકડ વહોરે. આ આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી રામ જન્મભુમિ હિંદુઓને સોંપવામાં નહી આવે. અને તેના પર રામ મંદિરનનું નિર્માણ થઇ નથી જતું.