Earthquake News: દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ અનુભાવાયા છે ભૂકંપના આંચકા. વહેલી સવારે ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે સવાલ એ પણ થાય છેકે, આખરે વારંવાર ભૂકંપ કેમ આવે છે. ભૂકંપ આવવા પાછળનું કારણ શું હોય છે એ સમજવાની પણ જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં અનુભવાયો હતો ભૂકંપનો આંચકો-
આપને જણાવી દઈએ કે, ગઇકાલે (શનિવાર) રાત્રે 9.34 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5ની નોંધાઈ હતી. તો ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં હતું. જો કે, હજુ સુધી ક્યાંયથી પણ કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી સામે આવી નથી.  


કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.


ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?
રિક્ટર સ્કેલ      આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9          ફર્નીચર હલે છે.
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.


ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.