પેટાચૂંટણીમાં આકરી હાર બાદ ભાજપે 2019 માટે શરૂ કર્યું મંથન
કેંદ્ર અને રાજ્ય અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ સોમવારે મોટા સ્તરે મંથન શરૂ કર્યું. ઉત્તર પ્રદેશમાં વિરોધીઓનું પલડું ભારે થતાં સોમવારે ગાજિયાબાદમાં પહેલીવાર મોટા સ્તર પર ભાજપની બેઠક આયોજિત કરવામાં આવી.
ગાજિયાબાદ: ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીમાં મળેલી આકરી હાર બાદ કેંદ્ર અને રાજ્ય અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ સોમવારે મોટા સ્તરે મંથન શરૂ કર્યું. ઉત્તર પ્રદેશમાં વિરોધીઓનું પલડું ભારે થતાં સોમવારે ગાજિયાબાદમાં પહેલીવાર મોટા સ્તર પર ભાજપની બેઠક આયોજિત કરવામાં આવી.
આ બેઠકમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેંદ્રીય વિદેશ મંત્રી વી કે સિંહ, સાંસદ મહેશ શર્મા, ગૌતમબુદ્ધનગર, ધારાસભ્ય પંકજ સિંહ, ગાજિયાબાદના બધા ધારાસભ્યો, પશ્વિમિ ઉત્તર પ્રદેશના અધ્યક્ષ અસ્વની ત્યાગી, મયંક ગોયલ, અશોક મોંગા સહિત વેસ્ટના બધા સાંસદ અને ધારાસભ્ય સામેલ થયા હતા.
આગામી ચૂંટણી માટે બધા તનતોડ મહેનત કરવા લાગે'
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠકને સંબોધિત કરતાં કહ્યું કે આગામી ચૂંટણી માટે બધા લોકો તનતોડ મહેનત કરવા લાગે. સંગઠનના પદાધિકારીઓ, સાંસદો અને ધારાસભ્યો સાથે યોજાનારી આ બેઠકથી મીડિયાને દૂર રાખવામાં આવ્યું. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં ઢીલી નિતી અપનાવાને લઇને આજની બેઠક બાદ કડક નિર્ણયો લેવામાં આવી શકે છે.
આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેંદ્ર નાથ પાંડેય સહિત પાર્ટીના ઘણા ધારાસભ્ય તથા સાંસદોએ ભાગ લીધો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં કૈરાના તથા નૂરપુર પેટાચૂંટણીમાં મળેલી હારની પણ સમીક્ષા કરવામાં આવી. સાથે જ તેમાં આગામી લોકસભાની ચૂંટણીની રણનિતી પર ચર્ચા કરવામાં આવી.
ઇનપુટ- ભાષા