તમારા કામના છે આ સમાચાર, 1 નવેમ્બરથી આ વાતોનું રાખો ધ્યાન
1 નવેમ્બર 2018 એટલે કે ગુરૂવારથી ઘણી એવી વસ્તુઓ બદલાઇ રહી છે તમારા કામની છે. તેમાં ટ્રેનનું તત્કાલીન ટિકિટથી લઇને લોન સુધી શામેલ છે. એટલું જ નહીં આજથી 5 નવેમ્બર સુધી સસ્તામાં ખરીદી પણ કરી શકો છો. આગળ વાંચો એવી કઇ વસ્તું છે જે આજથી બદલાઇ રહી છે.
નવી દિલ્હી: 1 નવેમ્બર 2018 એટલે કે ગુરૂવારથી ઘણી એવી વસ્તુઓ બદલાઇ રહી છે તમારા કામની છે. તેમાં ટ્રેનનું તત્કાલીન ટિકિટથી લઇને લોન સુધી શામેલ છે. એટલું જ નહીં આજથી 5 નવેમ્બર સુધી સસ્તામાં ખરીદી પણ કરી શકો છો. આગળ વાંચો એવી કઇ વસ્તું છે જે આજથી બદલાઇ રહી છે.
એપથી બુક થશે તત્કાલીન ટિકિટ
રેલથી યાત્રા કરનારા લોકો માટે સારા સમાચાર છે, 1 નવેમ્બરથી ટ્રેનની તત્કાલીન ટિકિટ યાત્રા કરતા પહેલા મોબાઇલ એપના માધ્યમથી ઓનલાઇન બુક કરાવી શકાશે. ત્યારબાદ તમારે ટિકિટ લેવા માટે ટિકિટ કાઉન્ટરની લાઇનમાં ઉભા રહેવું પડશે નહીં. ટિકિટ લેવાના સાથે જ તમારે પેમેન્ટ પણ ઓનલાઇન કરી શકશો. રેલવેની આ સુવિધાથી કરોડો લોકોને ફાયદો થશે. જોકે રેલવેનું કહેવું છે કે આ સર્વિસ 4 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી ચુકી છે. આ પહેલા રેલવેના કેટલાક ઝોનમાં જ લાંગુ હતી. 1 નવેમ્બરથી આ દેશભરમાં લાગુ કરવામાં આવી છે.
લોન થઇ મોંઘી
પંજાબ નેશનલ બેંકની (PNB) સીમાંત ખર્ચ આધારે વ્યાજ દર (એમસીએલઆર)ના 0.05 ટકા વધારો કર્યો છે. બેંકની તરફથી આ દર પર મોટાભાગે છૂટક લોન આપવામાં આવે છે. બેંકની તરફથી વધારવામાં આવેલા દર 1 નવેમ્બરથી લાગુ થઇ રહ્યા છે. ત્યારબાદ ત્રણ વર્ષમાં દેવુ8.70 ટકા, 6 મહિનાની લોન પર 8.45 ટકા અને 3 મહિનાની લોન પર 8.25 ટકાનું વ્યાજ લેવામાં આવશે.
ફ્લિપકાર્ટની મોટો દિવાળી સેલ
દિવાળાના તહેવારમાં ફિલ્પકાર્ટમાં 1 નવેમ્બરથી બીગ દિવાળી સેલ શરૂ થઇ રહ્યો છે. 5 નવેમ્બર સુધી ચાલતો આ સેલમાં ઘમી પ્રોડક્ટ્સ પર 80 ટતકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે એસબીઆઇનું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમને 10 ટકા એક્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટના પેમેન્ટ ફોન-પેથી ચુકવણી કરવા પર 10 ટકા છૂટ મળી શકે છે. ફ્લિપકાર્ટ પર નોકોસ્ટ ઇએમઆઇનો વિકલ્પ ઉપલ્બધ છે.