ઇમરાન ખાને PoK ના નાગરિકોને ભડકાવ્યા: બંદુક ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે
પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને (Imran khan) ફરી એકવાર જમ્મુ કાશ્મીરના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે
શ્રીનગર : પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાને (Imran khan) ફરીથી જમ્મુ કાશ્મીરનાં લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પાકિસ્તાન (Pakistan) કબ્જાના કાશ્મીરનાં લોકોને LoC પર જવા માટે ઉશ્કેરતા જોવા મળ્યા. તેણે લોકોને બંદુક ઉઠાવવાની અપીલ કરી. ઇમરાન ખાને (Imran khan) શુક્રવારે પીઓકેના (PoK) મુજફ્ફરાબાદમાં કાશ્મીર એકતા રેલીને સંબોધિત કરી હતી. અહીં તેમણે કહ્યું કે, કાશ્મીર ઇન્સાનિયરનો મુદ્દો છે. મોદીને સંદેશ આપવા માંગુ છું. એક બુઝદીલ જ આવુ કામ કરી શકે છે. 40 દિવસથી બંધ છે કાશ્મીર. જે વ્યક્તિમાં માણસાઇ હોય તે આવું ક્યારે પણ કરી શકે નહી. પાકિસ્તાન (Pakistan) વડાપ્રધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નું નામ લઇને પણ હુમલો કર્યો હતો.
રડતા રડતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવનાં ઘરેથી નિકળ્યાં એશ્વર્યા
ઇમરાને કહ્યું કે, વડાપ્રધાન મોદી અને આરએસએસ (RSS) જે કાશ્મીરમાં કરી રહ્યા છે તે ખોટું છે. મોદી હું તમને સંદેશ આપવા માંગુ છું કે તમે ઇચ્છો તેટલો ત્રાસ ગુજારો પરંતુ તમે સફળ નહી થાઓ. તમે તેમને પરાજીત કરી શકો નહી. નરેન્દ્ર મોદી બાળપણથી RSS ના સભ્ય છે. આરએસએસ એ જમાત છે જેમાં મુસ્લિમો માટે માત્ર અને માત્ર નફરત જ ભરેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ઇમરાન ખાનની પીઓકેમાં ત્રીજી મુલાકાત છે.
ક્રિકેટનાં વીડિયો થકી પ્રિયંકા ગાંધીની 'પોલિટિકલ સિક્સર', મોદી સરકાર ક્લિન બોલ્ડ
શારીરિક શોષણ મુદ્દે ચિન્મયાનંદની મુશ્કેલી વધી, 8 કલાક પુછપરછ બાદ આશ્રમ સીલ
સૌથી મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરનાં મુદ્દે પાકિસ્તાને (Pakistan) વિશ્વ સમક્ષ કાશ્મીર મુદ્દે ભારે શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું છે. તેને દરેક જગ્યાએથી ધુત્કાર મળ્યો છે. ત્યાર બાદ પાકિસ્તાન (Pakistan) ના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran khan) અને તેમનું સમગ્ર કેબિનેટ ભાષણોમાં એવા એવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે કે કાશ્મીરમાં અશાંતિ ફેલાય. જો કે કાશ્મીરની જનતાની સામે તેઓ આવું કરવામાં પણ નિષ્ફળ રહ્યા છે.
ગેસ સિલિન્ડર અંગે આ નિયમ જાણો છો તમે? આ સંજોગોમાં કરી શકાય છે 40 લાખ સુધીનો દાવો
અહીં જણાવી દઇએ કે ભારતે જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા સંવિધાનનાં અનુચ્છેદ 370 અને 35એને રદ્દ કરી દીધું અને રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દીધું છે. તે મુદ્દે ઇસ્લામાબાદ મગરના આંસુ સારી રહ્યું છે અને વૈશ્વિક સ્તર પર આ મુદ્દે ધમપછાડા કરી રહ્યું છે.
VIDEO: રક્ષક કે ભક્ષક છે આ UP પોલીસ?, બાઈક પર બાળક સાથે જઈ રહેલા યુવકને અધમૂઓ કરી નાખ્યો
જિયો ન્યૂઝ અનુસાર પાકિસ્તાન (Pakistan) કબ્જામાં રહેલ કાશ્મીર (PoK) ની રાજધાની મુજફ્ફરાબાદમાં એકતા રેલી, કુટનીતિક અભિયાનનો એક હિસ્સો છે, જે ઇતિહાસનાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલ કાશ્મીર અને કથિત રીતે ભારતીય સેના દ્વારા પીડિત કાશ્મીરીઓ અને વિશ્વનું ધ્યાન આકર્ષીત કરવા માટે કરવામાં આવે છે.