નવી દિલ્હી: અભિનંદનની વાપસી બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે બોર્ડર પર તણાવ ઓછો થતો નથી. ભારતના કૂટનીતિક દબાણની સામે 60 કલાકની અંદર દેશના વીર સૈનિક વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલવામાં આવ્યા છે. પાકિસ્તાનના લોકો તેને પીએમ ઇમરાન ખાનની ઉદારતા તરીકે જોઇ રહ્યા છે. ત્યારબાદથી જ તેમને શાંતિ પુરસ્કાર આપવાની માગ થવા લાગી છે. નોબલ શાંતિ પુરસ્કારને લઇને હવે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નિવેદન આપ્યું છે. તેમના નિવેદનને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે પોસ્ટ કરી છે. આ નિવેદનને પીટીઆઇએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર હિન્દીમાં મુક્યું છે. જેના પર ડૉ. કૂમાર વિશ્વાસે મજાક ઉડાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જેસલમેર: બોર્ડર પાસેથી 3 શંકાસ્પદની ધરપકડ, સેનાના કાફલાની કરી રહ્યા હતા ફોટોગ્રાફી


પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન દ્વારા નોબલ શાંતિ પુરસ્કાર પર શુદ્ધ હિન્દીમાં ટ્વિટ કર્યું. આ ટ્વિટ પર કવિ ડૉ. કુમાર વિશ્વાસે મજાક ઉડાવી છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું કે ‘ભારત ને હિન્દી કર દી ઇનકી’.


J&K: ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ, 2-3 આતંકીઓને ઘેર્યા


તમને જણાવી દઇએ કે બે માર્ચે પાકિસ્તાનની નેશનલ એસમ્બલીના સચિવાલયને એક પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે., જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાનો ખાનનો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો છે. પ્રસ્તાવના અનુસાર ખાનના વર્તમાન તણાવમાં જવાબદારી પૂર્વક કાર્ય કર્યુ અને તેઓ નોબલ શાંતિ પુરસ્કારના હકદાર છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...