નવી દિલ્હી : 2019ની તૈયારીમાં રહેલી ભાજપ હવે માત્ર પોતાના કાર્યકર્તાઓને જ નહી પરંતુ પોતાના સાંસદોની પત્નીઓને પણ સુનિયોજીત પદ્ધતીથી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. પાર્ટીએ સાંસદોની પત્નીનો આ ટેક્નીક શિખવી છે, જેમાં તેઓ ન માત્ર પાર્ટીનો પ્રચાર કરી શકે પરંતુ પોતાનાં પતિની રાજનીતિક કાર્યોની સહાયતા પણ કરી શકે. તેના માટે બે દિવસનો કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્યો, જેમાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને સુષ્મા સ્વરાજે પણ ભાગ લીધો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ સુત્રોનું કહેવું છે કે, જો કે હાલ ઔપચારિક રીતે કોઇ નિર્ણય નથી. જો કે આ કાર્યક્રમનો એક ઉદ્દેશ્ય તે પણ છેકે સાંસદોની પત્નીઓનું રાજનીતિક કૌશલ પણ પરખવામાં આવે જેથી જરૂર પડે ત્યારે તેમની પાર્ટી સંપુર્ણ રીતે રાજનીતિ માટે ઉપયોગ કરી શકે. બે દિવસના આ કાર્યક્રમમાં માત્ર સાંસદોની પત્ની જ નહી પરંતુ મહિલા સાંસદનો પણ સમાવેશ થયો.

મહિલાઓનો બે દિવસનો આ કાર્યક્રમ કમલ સખી સ્વરૂપે થયો જેમાં મહિલા સાંસદો અને પુરૂષ સાંસદોની પત્નીઓ સહિત 100થી વધારે મહિલાઓએ ભાગ લીધો હતો. જો કે તેનો ઇરાદો આંતરિક મેલ મિલાપ થાય પરંતુ પાર્ટી સુત્રોનું કહેવું છે કે આ કાર્યક્રમમાં પાર્ટીના સીનિયર નેતાઓએ આ મહિલાઓને તે મંત્રો આપ્યા જેમાં તેઓ પોતાની સાંસદ પત્નીઓની મદદ કરી શકે. તેમણે એમ પણ જણાવ્યું કે, તેઓ કઇ રીતે ઘરે રહીને પણ પોતાના સાંસદ પતિની મદદ કરી શકે છે. તેમાં વોટ્સએપ ગ્રુપ બનાવીને પોતાનાં ક્ષેત્રની મહિલાઓ સાથે જોડાવા અને ઉજ્જવલા જેવી યોજનાનો ફાયદો લઇચુકી મહિલાઓ સાથે અન્ય મહિલાઓને રૂબરૂ કરાવવી જેથી તેને ખબર મળી શકે છે કે આ પ્રકારની યોજનાને કઇ રીતે ફાયદો મળે છે. 

પાર્ટી નેતાઓનું કહેવું છે કે સામાન્ય રીતે આ પ્રકારનાં કાર્યક્રમમાં પહેલા 40થી 50 મહિલાઓનો સમાવેશ થાય છે જો કે આ વખતે 2019ની તૈયારીઓ થઇ રહી છે એટલા માટે આ કાર્યક્રમને વધારે જોશખરોશથી આયોજીત કરવામાં આવી હતી અને સાંસદોની પત્નીઓએ પણ આ કાર્યક્રમમાં રસ દેખાડ્યો. પાર્ટીનાં કેટલાક નેતાઓનુંમાનવું છે કે આ કાર્યક્રમનું એક કારણ એ પણ હોઇ શકે છે કે સાંસદોની પત્નીઓનું રાજનીતિક કૌશલની ગણત્રી કરવામાં આવે જેથી જો જરૂર પડે તો તેમનું રાજનીતિક કાર્યક્ષેત્ર વધારવામાં આવે.