લખનઉ : હત્યા અને દુષ્કર્મ જેવા અત્યાચારોતી પીડિત દલિતોને હવે યૂપી સરકાર પ્રતિમાસ મોંઘવારી ભથ્થાની સાથે પાંચ હજાર રૂપિયા પેંશન મળશે. 2016માં બનેલી નિયમાવલી અંગે ઉત્તરપ્રદેશ એસસી-એસટી કમીશનનાં ચેરમેન બૃજલાલે હવે લાગુ કરવા માટેના નિર્દેશો આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં કેન્દ્રની મોદી સરાકારે તેને લાગુ કર્યું હતું, જો કે ઉત્તરપ્રદેશમાં તે 2016 અખિલેશ સરકારનાં શાસનાદેશ કર્યો, પરંતુ ઉત્તરપ્રદેશ અનુસૂચિત જાતી અને જનજાતી પંચના અધ્યક્ષ બૃજલાલની પહેલ બાદ આ લાગુ થઇ શક્યું છે. આ આદેશ બાદ ઘટનાનાં પહેલા દિવસથી પીડિતોને પેંશન લાગુ થશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરપ્રદેશ એસટી-એસટી કમીશનનાં ચેરમેન બૃજલાલે 14 જુન 2016 બાદ એસસી-એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ નોંધાયેલા કિસ્સાઓનો પ્રસ્તાવ જિલ્લાધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીને મોકલવાનો નિર્દેશ તમામ જિલ્લાનાં એસપી- એએસપીને આપ્યા છે. તેમણે નિર્દેશ આપ્યો કે આ તમામ કિસ્સાઓ અંગે 31 જાન્યુઆરી સુધી પોતાનો અહેવાલ રજુ કરીને પંચને પણ ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે. 


પંચે જિલ્લાધિકારીઓ પાસે અપેક્ષા કરી છે કે પ્રસ્તાવો પર પેંશન અને અન્ય સુવિધા સ્વીકૃત કરીને 17 ફેબ્રુઆરી સુધીમાં પોતાનો અહેવાલ તપાસ પંચને સોંપે. પંચે ડીજીપી, જીડી વિશેષ તપાસ દળ, તમામ જોનડ એડીજી, રેંજ આઇજી અને ડીઆઇજીને તેનું પાલન કરાવવા માટેની જવાબદારી સોંપી છે. 

પેંશન યોજના પ્રસ્તાવ અનુસાર અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતીના સંબંધ ધરાવનારા મૃત વ્યક્તિ, વિધવા તથા અન્ય આશ્રિતોને દર મહિને 5 હજાર રૂપિયાનાં મુલ્ય પેંશન સાથે મોંઘવારી ભથ્થું અને મૃતકનાં પરિવારનાં સભ્યોને રોજગાર અને કૃષી જમીન, ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે સુધી કે પીડિત પરિવારોએ બાળકોનાં સ્નાતક સ્તર સુધીનું શિક્ષણ કરવાનો સંપુર્ણ ખર્ચ અને તેમનું ભરણ પોષણપણ કરવામાં આવશે. આશ્રિત બાળકોને રાજ્ય સરકાર દ્વારા પુર્ણત આર્થિક પોષીત આશ્રમ, શાળાઓ તથા રહેણાંકી શાળાોમાં દાખલ કરાવવામાં આવશે.