એક-ડોઢ મહિના સુધી સતત યુદ્ધાભ્યાસ દ્વારા કસોટી પર કસાશે સૈનિક કૂટનીતિ
જાપાન, ચીનનો ઘોર શત્રુ છે અને ચીનને પાછળથી ઘેરવાની યોજનામાં ભારત એક મહત્વનું સહયોગી બની શકે છે
નવી દિલ્હી : આવતા મહિનાથી વધારે સમય સુધી ભારતીય સેના પોતાની સૈનિક કૂટનીતિના સૌથી વ્યસ્ત સમયમાં ચાલી રહી છે. ભારતીય સેના નવેમ્બર અને ડિસેમ્બરમાં અમેરિકા, રશિયા, ચીન અને જાપાનની સેનાની સાથે સંયુક્ત સૈનિક અભ્યાસ કરશે. આ તમામ દેશો એકબીજાની ઘોર વિપરીત ધ્રુવોનું નેતૃત્વ કરે છે. ભારતીય સેના 1 નવેમ્બરથી 14 નવેમ્બર સુધીમાં જાપાનની સૈન્ય સાથે મિઝોરમના વારંગટેમાં ધર્મ ગાર્જિયન (DHARMA GAURDIAN) સંયુક્ત સૈનિક અભ્યાસ કરશે. તે જાપાનની દળ સેનાની સાથે પહેલો સૈનિક અભ્યાસ છે.
ભારત- અમેરિકાના સંયુક્ત યુદ્ધઅભ્યાસ
14 નવેમ્બરથી રાજસ્થાનની મહાજન ફીલ્ડ ફાયરિંગ રેંજમાં અમેરિકી સ્પેશ્યલ ફોર્સેઝની સાથે ભારતીય સેનાનાં પૈરા સ્પેશ્યલ ફોર્સ સંયુક્ત સૈન્ય અભ્યાસ વજ્ર - પ્રહાર (VAJRA PRAHAR) ચાલુ થશે જે 2 ડિસેમ્બર સુધી ચાલશે. જે સમયે ભારતીય પેરા સ્પેશ્યલ ફોર્સેઝ રાજસ્થાનમાં અમેરિકી સ્પેશ્યલ ફોર્સની સાથે થશે. તે જ સમયે ત્યાંથી થોડે સો કિલોમીટર દુર મધ્યપ્રદેશનાં બબીનામાં ભારતીય બખ્તરબંધ સૈનિક રશિયાનાં બખ્તરબંધ સૈનિકોની સાથે લડાઇનાં ગુણ શીખી રહ્યા હસે. 16 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીમાં ભારત અને રશિયાની મેકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રી વચ્ચે સંયુક્ત સૈનિક અભ્યાસ ઇંદ્ર-2018 (INDRA-2018) થશે.
16 નવેમ્બરથી જ સિંગાપુરની સાથે તોપખાનાનું સંયુક્ત સૈનિક અભ્યાસ અગ્નિ વોરિયર (AGNIWARRIOR) ચાલુ થશે જે 30 નવેમ્બર સુધી ચાલશે. ચીનની સાથે ડોકલામ વિવાદનાં કારણે ગત્ત વર્ષે રદ્દ થયેલ વાર્ષિક સૈનિક અભ્યાસ HAND IN HAND પણ આ વર્ષે ચીનમાં યોજાશે. ડિસેમ્બરનાં મધ્યમાં યોજાનારા છે. આ સૈનિક અભ્યાસનું આયોજન આ વર્ષે ચીનનાં ચેંગદૂમાં કરવામાં આવી રહ્યું છે.
ભારતીય સૈનિક કૂટનીતિ હાલ પોતાનાં સૌથી પડકારજનક સમયમાંથી પસાર થઇ રહી છે. અમેરિકાની સાતે સૈનિક સંબંધ સતત મજબુત થઇ રહ્યા છે અને ગત્ત મહિનાઓમાં બંન્ને દેશોનાં સંરક્ષણ અને વિદેશમંત્રીઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ સૈનિક સંબંધોને વધારે મજબુત કરવા અંગે સંમતી થઇ.હવે બંન્ને દેશો પોતાની ત્રણેય સેનાઓની વચ્ચે મોટા સ્તર પર સૈનિકો અભ્યાસ કરશે. અમેરિકાની સાતે નૌસૈનિક અભ્યાસ માલબાર અને સૈનિક અભ્યાસ યુદ્ધાભ્યાસ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. અમેરિકાની સાથે C-17 GLOBE MASTER, C-130 J SUPER HERCULES, P- 8 I એરક્રાફ્ટ્સ બાદ હવે અપાચે અને ચિનૂક હેલીકોપ્ટર્સ પણ ભારતીય સેનામાં સમાવિષ્ટ થવાની તૈયારીમાં છે.
રશિયા સાથે ભારતીય સૈનિકોના સંબંધો ઐતિહાસિક છે. રશિયાએ ભારતીય સેનાની સાથે તે સમયે આપ્યો હતો જ્યારે તેની પાસે દોસ્તો ઘણા ઓછા હતા. ભારતીય સેનાના શસ્ત્રગાર રશિયા હથિયારોથી ભરેલા પડ્યા છે. જો કે ગત્ત થોડા વર્ષોથી અમેરિકાની સાથે વધી રહેલા સંબંધોથી રશિયા નાખુશ છે. તેનો ફાયદો ઉઠાવવાનાં પ્રયાસમાં પાકિસ્તાને રશિયાની તરફ મિત્રતાનો હાથ વધાર્યો છે. બે વર્ષથી બંન્ને દેશોનાં સૈનિકો નાના સ્તર પર સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે અને ઘણા હથિયારના સોદાઓ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જો કે હાલમાં જ ભારતે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ S-400ના સોદા પર અમેરિકાની નારાજગી છતા મહોર લગાવીને આ ખાઇને પુરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચીનને ઘેરવામાં જાપાન બની શકે છે સહયોગી
જાપાન, ચીનનો શત્રુ છે અને ચીનને તેને પાછળથી ઘેરવાની યોજનામાં ભારતનું મહત્વનું સહયોગી બની શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે 2002થી ચાલી રહેલા નૌસૈનિક અભ્યાસ માલબારમાં 2016થી જાપાન સ્થાયી સભ્ય થઇ ચુક્યા છે. આ વર્ષમાં પહેલીવાર ભારત અને જાપાનની સૈનિક સેનાઓ સંયુક્ત અભ્યાસ કરશે.
ભારતના સૌથી મજબુત પાડોશી અને પ્રતિદ્વંદી ચીનની સાથે સતત બનતા અને વણસતા સંબંધોને સંભાળવા અને યુદ્ધની પરિસ્થિતી બનતી અટકાવવા ભારતીય સૈનિક કૂટનીતિનો સૌથી મોટો પડકાર છે. ગત્ત થોડા વર્ષોમાં બંન્ને વચ્ચે ભરોસો કાયમ કરવા માટે સૈનિક કમાંડરોના સ્તર પર ઘણી મેકેનિઝમ બનાવાઇ છે. વાર્ષિક રીતે યોજાતા અભ્યાસ HAND IN HAND તેમાં સૌથી મહત્વપુર્ણ છે. ગત્ત વર્ષે બંન્ને દેશોની વચ્ચે ભૂટાનની સીમામાં ડોકલામમાં તણાવ ખુબ જ વધી ગયો હતો અને સેનાઓ સામ સામે આવી ગઇ હતી. 2 મહિના કરતા પણ વધારે સમય સુધી આ તણાવ જળવાઇ રહ્યો અને સંયુક્ત સૈનિક અભ્યાસ રદ્દ થઇ ગયો. આ વર્ષે ડિસેમ્બરમાં ફરી એકવાર ચાલુ થશે.