પ્રથમ સત્રમાં મોદી સરકારે રચ્યો ઈતિહાસ, વિક્રમજનક 35 બિલ પસાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સંસદના બંને ગૃહમાં રહેલા દરેક વિઘ્નોને અત્યંત સરળતાથી પાર કરી લીધા છે. મોદી સરકાર 2.0 ના પ્રથમ બજેટ સત્ર દરમિયાન 7 ઓગસ્ટની સાંજ સુધીમાં લોકસભામાં કુલ 280 કલાક કામકાજ થયું અને 37 બેઠકમાં 35 બિલ પસાર કરવામાં આવ્યા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળમાં સંસદના બંને ગૃહમાં રહેલા દરેક વિઘ્નોને અત્યંત સરળતાથી પાર કરી લીધા છે. મોદી સરકાર 2.0 ના પ્રથમ બજેટ સત્ર દરમિયાન 6 ઓગસ્ટની સાંજ સુધીમાં લોકસભામાં કુલ 280 કલાક કામકાજ થયું અને 37 બેઠકમાં 35 બિલ પસાર કરવામાં આવ્યા. જેમાં સૌથી મહત્વપૂર્ણ જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચનારું 'જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019' હતું.
સંસદિય ઈતિહાસમાં પ્રથમ વખત આટલા બિલ થયા મંજૂર
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીના અનુસાર કેન્દ્ર સરકારને 99 ટકા કાયદાના કાર્યો પૂરા કરવામાં સફળતા મળી છે. લોકસભામાં હવે માત્ર 3 વિધેયક જ પાસ થવાના પડતર છે. અનેક જટિલ વિધેયક એવા પણ રહ્યા, જેને જે દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવ્યા, એ જ દિવસે તેમને પસાર પણ કરવામાં આવ્યા. આટલું જ નહીં એક પણ વિધેયકને સંસદની પસંદગી સમિતિ કે સ્થાયી સમિતિ પાસે મોકલવા પડ્યા નથી.
લોકસભા સચિવાલય અનુસાર દેશના સંસદીય ઈતિહાસમાં આ પ્રથમ વખત આટલા બધા બિલને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ વખત લોકસભાએ સ્થગિત થયા વગર સતત કામ કર્યું છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ ગૃહને સ્થગિત ન કરવા પ્રત્યે અડગ રહ્યા અને ગૃહનું સારી રીતે સંચાલન કર્યું છે.
ભાજપમાં જોડાયા બીજા પક્ષોના રાજ્યસભાના સાંસદ
સંસદીય ઈતિહાસમાં પ્રથમ વખત એવું થયું જ્યારે 23 મે, 2019ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી અત્યાર સુધી કોંગ્રેસના બે રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને ભુવનેશ્વર કલિતાએ પાર્ટી તથા ગૃહના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું. સંજયસિંહ ભાજપમાં જોડાઈ ગયા છે અને રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના વ્હીપના પ્રમુખ કલિતા પણ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈ જશે.
આ સાથે જ સમાજવાદી પાર્ટીના ત્રણ સાંસદ નીરજ શેખર, સુરેન્દ્ર નાગર અને અખિલેશ યાદવના નજીકના કહેવાતા સંજય સેઠે પણ રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામું આપી ીદધું છે. નીરજ શેખરે કેસરિયો ધારણ કરી લીધો છે અને ટૂંક સમયમાં જ સુરેન્દ્ર નાગર અને સેઠ પણ ભાજપમાં જોડાઈ જશે.
આપણી સંસદીય લોકશાહી માટે આજે એક ગૌરવની ક્ષણ છેઃ વડાપ્રધાન મોદી
લોકસભામાં પસાર થયેલા મોટા બિલ
- ત્રણ તલાક
- પોક્સો
- મોટર-વાહન સુધારા બિલ
- જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019
- સરોગસી બિલ-2019
જૂઓ LIVE TV....