નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) કેસમાં ઘટાડાના ચક્કરમાં બેદરકારી ભારે પડી શકે છે. ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. બુધવારે આંકડાના અનુસાર મંગળવારના મુકાબલે 10 હજારથી વધુ કેસનો વધારો નોંધાયો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયના આંકડા અનુસાર 24 કલાકમાં કોરોનાના 37,593 નવા કેસ સામે આવ્યા. જ્યારે મંગળવારે આ સંખ્યા 25,467  હતી. ગત 24 કલકામાં 648 દર્દીઓના મોત નોંધાયા છે જ્યારે એક દિવસ પહેલાં 354 લોકોના મોત થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2,776  અને દર્દી હોસ્પિટલમાં ભરતી
એક દિવસમાં Covid-19 ના 37,593 ના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,25,12,366 થઇ ગઇ છે. તો બીજી તરફ સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 3,22,327 થઇ ગઇ છે. 648 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 4,35,758 થઇ ગઇ. દેશમાં અત્યારે 3,22,327 લોકો કોરોના વાયરસ સંક્રમણની સારવાર લઇ રહ્યા છે. જે કુલ કેસના 0.99 ટકા છે. ગત 24 કલકામાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યામાં કુલ 2,776 નો વધારો નોંધાયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.67 ટકા છે. 

OPPO ના 'નવા ફોન' એ મચાવી સનસની, આમતેમ ફરશે કેમેરો, જાણો કિંમત


આ પ્રકારે વધ્યો ગ્રાફ
તમને જણાવી દઇએ કે ગત વર્ષે 7 ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરના રોજ 40 લાખથી વધુ થઇ ગઇ હતી. તો બીજી તરફ સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરમાં 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 20 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને પાર થઇ ગઇ. દેશમાં 19 ડિસેમ્બરના રોજ આ કેસ એક કરોડને પાર ચાર મેના રોજ બે કરોડને પાર અને 23 જૂનના રોજ 3 કરોડના જતા રહ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અત્યાર અસુધી જે લોકોના મોત થયા છે, તેમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બિમારીઓ પણ હતી. મંત્રાલયે પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે તેના આંકડાનું આઇસીએમઆરના આંકડા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. 

New Rule: સાવધાન! બેંકમાં Cheque આપતાં પહેલાં જાણી લો RBI નો આ નિયમ, નહીતર વેઠવું પડશે ભારે નુકસાન


ઓક્ટોબર સુધી પીક પર હશે ત્રીજી લહેર
ચિંતાની વાત એ છે કે મહામારીની ત્રીજી લહેર (Corona Third Wave) ની આશંકાઓ વચ્ચે કોરોના સંક્રમણના કેસ અને મોતમાં ઉછાળો આવી રહ્યો છે. NIDM એ ઓક્ટોબરમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતાવણી આપી છે. NIDM ના રિપોર્ટ અનુસાર ઓક્ટોબર સુધી ત્રીજી લહેર પોતાના પીક પર પહોંચી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube