ખેડૂત આંદોલન: નડ્ડાના ઘરે હાઇલેવલ મીટિંગ, અમિત શાહ અને રાજનાથ જોડાયા
કેંદ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કહ્યું કે ખેડૂતોને વાતચીતનો માહોલ બનાવવો જોઇએ. સરકારે વાતચીતની ક્યારેય ના પાડી નથી.
નવી દિલ્હી: અત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)ના ઘરે ખેડૂત આંદોલન (Farmer's Protest)ને લઇને મોટી બેઠક ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar), રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) બેઠકમાં હાજર છે.
ખેડૂત યૂનિયને કર્યો ઇનકાર
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે જ ખેડૂત યૂનિયને પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તે બુરાડી નહી જાય અને કોઇપણ શરત વિના સરકાર સાથે વાત કરવા માંગે છે. સંયુક્ત ખેડૂત મોરચાના દેશના 450 ખેડૂત સંગઠન સામેલ છે તે તમામને એકસાથે મળીને 7 સભ્યોની કમિટી બનાવી છે. જે સરકાર સાથે વાતચીત અને અન્ય વિષયો પર નિર્ણય લેશે.
કૃષિ મંત્રીએ કરી હતી ઓફર
કેંદ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કહ્યું કે ખેડૂતોને વાતચીતનો માહોલ બનાવવો જોઇએ. સરકારે વાતચીતની ક્યારેય ના પાડી નથી. કૃષિ મંત્રીએ એ પણ કહ્યું કે સરકારે ચોથીવાર 3 ડિસેમ્બરના રોજ મળવાનો પ્રસ્તાવ આપ્યો છે. પહેલાંથી જ વાતચીત ચાલી રહી છે, કોઇને એમ ન વિચારવું જોઇએ કે સરકર તેના માટે તૈયાર નથી. સરકાર વાતચીત માટે તૈયાર છે, તેમને આંદોલન છોડવું જોઇએ અને વાતચીત કરવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube