નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસે ચિંતા ઉભી કરી છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ કેસ સામે આવ્યા જે એક રેકોર્ડ છે. કેન્દ્ર સરકાર કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રયાસ કરી રહી છે. તો ગઈકાલે સરકારે CBSE ધોરણ 10ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી હતી અને ધોરણ 12ની પરીક્ષાવ સ્થગિત કરી હતી. હવે કેન્દ્રએ વધુ એક પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસને જોતા નીટ પીજી પ્રવેશ પરીક્ષા ટાળી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કરી જાહેરાત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જાહેરાત કરી કે આગામી 18 એપ્રિલે યોજાનાર નીટ પીજી પ્રવેશ પરીક્ષા ટાળી દેવામાં આવી છે. આગામી દિવસોમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. 


Covid-19: સાંભળવાથી લઈને જોવાની ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે કોરોનાનો નવો સ્ટ્રેન

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube