UP ના આ જિલ્લામાં મળ્યું 3500 ટન સોનાનો ભંડાર, હજુ બીજી ખાણો મળવાની આશા
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જનપદ હજુ સુધી પથ્થર, મોરંગ અને કોલસા માટે જાણીતું હતું. હવે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા (ભારત ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ)ની ટીમે રિસર્ચ કરતાં જાણવા મળ્યું છે કે સોનભદ્રમાં અપાર સોનાનો ભંડાર ઉપલબ્ધ છે. આ સોનાનો ભંડાર લગભગ 3 હજાર ટનની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
અંશુમાન પાંડે/સોનભદ્ર: ઉત્તર પ્રદેશના સોનભદ્ર જનપદ હજુ સુધી પથ્થર, મોરંગ અને કોલસા માટે જાણીતું હતું. હવે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા (ભારત ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ)ની ટીમે રિસર્ચ કરતાં જાણવા મળ્યું છે કે સોનભદ્રમાં અપાર સોનાનો ભંડાર ઉપલબ્ધ છે. આ સોનાનો ભંડાર લગભગ 3 હજાર ટનની આસપાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભૂતત્વ તથા ખનિજ વિભાગે તેની પુષ્ટિ કરી દીધી છે.
સોનાની આ ખાણ સોનભદ્રના કોન પોલીસ ક્ષેત્રના હરદી કોટા ગ્રામ પંચાયતમાં મળે છે. એટલું જ નહી ઇ-ટેંડરિંગના માધ્યમથી સોનાની ખાણની હરાજી માટે શાસને 7 સભ્યોની ટીમની રચના પણ કરી છે. જોકે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડીયા અને ભૂતત્વ તથા ખનિજ વિભાગ સંયુક્ત રીતે જીઓ ટેગિંગનું કાર્ય કરી રહ્યું છે.
સોના ઉપરાંત અન્ય ઘાતુઓની ખાણો પણ
લખનઉ ભૂતત્વ તથા ખનિકર્મ નિર્દેશાલયને 22 ફેબ્રુઆરી સુધી તેનો રિપોર્ટ મોકલવામાં આવશે. સોના ઉપરાંત ઘણી ધાતુઓની ખાણો પણ મળી છે. આ ખાણોને ઘણા બ્લોક્સમાં વિભાજીત કરવામાં આવ્યું છે જેમાં સોના ખાણ મળી આવી છે. આ ખાણમાં લગભગ 2993.26 ટન સોનાનો ભંડાર હોવાની આશા છે.
ખાણોમાં હોઇ શકે છે 3500 ટન સોનું
સોનભદ્ર જિલ્લાના ખનન અધિકારી કેકે રોયે જણાવ્યું કે પનારી ગામના સોનાની પહાડીમાં 3 હજાર ટન, પડરછના હરદીમાં લગભગ 650 ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ ઉપરાંત પોટાસ, આયરસ, અને દુદ્ધી તાલુકાના મહુલી ગામમાં ઇંડાલુસાઇટ પણ ભારે માત્રામાં મળી આવ્યું છે. ખનન અધિકારીએ જણાવ્યું કે હવે વિભાગ તરફથી ફોરેસ્ટ અને રેવેન્યૂ લેન્ડનું આંકલન કરવામાં આવ્યું છે જેનો રિપોર્ટ મોકલ્યા બાદ હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ખનિજ સંપદાથી ભરપૂર છે ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો
તમને જણાવી દઇએ કે ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો ખનિજ સંપદાઓથી ભરપૂર છે. અહીં પહેલાંથી જ લગભગ અડધો ડઝન કોલસાની ખાણો ચાલુ સ્થિતિમાં છે. પથ્થર અને રેતીની ખાણ છે. હવ સોનું, લોખંડ, પોટાસ અને ઇંડાલુસાઇડની ખાણ મળી આવી છે. જિલ્લાના અન્ય ક્ષેત્રોમાં પણ હવાઇ સર્વેક્ષણ દ્વારા ભૂગર્ભમાં છુપાયેલા અન્ય ખનિજ તત્વોની જાણકારી લેવામાં આવી રહી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીં પણ સોનું, કોલસો અને ઇંડાલુસાઇડની ખાણો હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube