કરનાલ: ખેડૂતો પર 28 ઓગસ્ટના રોજ પોલીસ લાઠીચાર્જ વિરૂદ્ધ કરનાલમાં મંગળવારે લધુ સચિવાલયના ઘેરાવાના કાર્યક્રમથી એક દિવસ પહેલાં વહિવટીતંત્રએ જિલ્લામાં સોમવારે લોકોને એકઠા થવા પર પાબંધી લગાવી દીધી છે. તો બીજી તરફ ખેડૂતોની પંચાયતને જોતાં કરનાલને અડીને આવેલા કુરૂક્ષેત્ર, કૈથલ, જીંદ અને પાણીપત સહિત 5 જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસને 7 સપ્ટેમ્બરના રાત સુધી સસ્પેંડ કરી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે રાત સુધી લગાવ્યો પ્રતિબંધ
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર હરિયાણા સરકારે સોશિયલ મીડિયા દ્વારા ખોટી માહિતી અને અફવાઓના પ્રસાર પર કાબૂ મેળવવા માટે કરનાલ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓને સસ્પેંડ કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સોમવારે બપોરે 12:30 વાગ્યાથી માંડીને મંગળવારે મધરાત સુધી બંધ રહેશે. 

PM મોદીએ અલગ અંદાજમાં પાઠવી શુભેચ્છા, કહ્યું- પિચથી લઇને વેક્સીન ફ્રન્ટ પર જીતી ટીમ ઇન્ડીયા


અધિકારીઓએ કહ્યું કે જિલ્લામાં કેંદ્રીય અર્ધસૈનિક દળોની 10 કંપનીઓ સહિત સુરક્ષા બળોની 40 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જ્યાં સ્થાનિક અધિકારીઓએ સીઆરપીસીની કલ 144 લાગૂ કરી પાંચ અથવા તેનાથી વધુ લોકોને જમા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


કેવી છે ખેડૂતોની તૈયારી?
હરિયાણા ભારતીય કિસાન યૂનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરૂનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે તેમણે પોતાની માંગોને પુરી કરવા માટે વહિવટીતંત્રને છ સપ્ટેમ્બર સુધીની ડેડલાઇન આપી છે. તેમણે કહ્યું કે જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ સાથે અહીં સોમવારે બેઠક થઇ પરંતુ માંગો વિશે કોઇ સંતોષજનક જવાબ ન મળતાં તેમણે મંગળવારે સવારે વિશાળ પંચાયત બોલાવવાનો નિર્ણય કર્યો. 

Taxpayers ને મોટી રાહત! હવે GST રિટર્ન માટે CA ઓડિટની જરૂર નહી, ટેક્સપેયર્સ કરી શકશે સેલ્ફ-સર્ટિફાઇ


તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્વક પ્રદર્શન કરીશું, પરંતુ જો વહિવટીતંત્ર અમને રોકે છે, તો અમે બેરિકેડ તોડી દઇશું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય રાજમાર્ગને બાધિત કરવાનો ખેડૂતોનો કોઇ પ્લાન નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube