ભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છેઃ UNના સંવાદમાં બોલ્યા પીએમ મોદી
ભારતે છેલ્લા દસ વર્ષમાં વધારાના ત્રણ મિલિયન હેક્ટર જંગલ વિસ્તારનું વાવેતર કર્યું છે. આને કારણે દેશના વન ક્ષેત્રમાં ચોથા ભાગનો વધારો થયો છે. આ સાથે, ભારત સરકાર જમીનના અધોગતિને રોકવા માટે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા સાથે પણ કામ કરી રહી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારત સરકાર 2030 સુધીમાં 26 કરોડ એકર ઉજ્જડ જમીનની કાયાકલ્પ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ કાર્યથી ભારત પર્યાવરણમાં ત્રણ અબજ ટન કાર્બન ઉત્સર્જન અટકાવવામાં મદદ કરશે. પીએમ મોદીએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં રણ, દુષ્કાળ અને જમીનના ધોવાણ અંગેના ઉચ્ચસ્તરીય સંવાદને સંબોધન કરતી વખતે આ માહિતી આપી હતી.
ભૂમિને નુકસાનથી બચાવવા માનવતાની સામૂહિક જવાબદારીઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ વિશ્વના બધા દેશોને આગ્રહ કર્યો કે ભૂમિ તથા પર્વયાવરણને નુકસાનથી બચાવવા માટે માનવતાએ સામૂહિક રીતે જવાબદારી લેવી પડશે અને ભૂમિ પર વધતા દબાવને ઓછો કરવો પડશે. મોદીએ કહ્યુ- આપણી સામે ઘણું કામ છે પણ આ કરી શકાય છે. સાથે મળી આ કામ થઈ શકે છે. મોદીએ કહ્યું કે, ભારતે હંમેશા જમીનને મહત્વ આપ્યું છે અને ભૂમિને માતાનો દરજ્જો આપ્યો છે. ભારતે હંમેશા આ મામલામાં આંતરરાષ્ટ્રીય ફોરમમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
આ પણ વાંચોઃ PM Modi એ કેન્દ્રીય મંત્રીઓ અને જેપી નડ્ડા સાથે યોજી બેઠક, મંત્રીમંડળમાં વિસ્તારની અટકળો
|સ્થાનીક તકનીકની મદદથી ભૂમિક્ષરણ રોકવા પર ખાસ ભાર
ભારતે છેલ્લા દસ વર્ષોમાં 30 હેક્ટેર વધારાની જમીન પર વન ક્ષેત્ર લગાવ્યું છે. તેનાથી દેશના વન ક્ષેત્રમાં એક ચતૃથાંષ વૃદ્ધિ થઈ છે. આ સાથે ભારત સરકાર ભૂમિક્ષરણ રોકવા માટે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
ભારતે છેલ્લા દસ વર્ષમાં વધારાના ત્રણ મિલિયન હેક્ટર જંગલ વિસ્તારનું વાવેતર કર્યું છે. આને કારણે દેશના વન ક્ષેત્રમાં ચોથા ભાગનો વધારો થયો છે. આ સાથે, ભારત સરકાર જમીનના અધોગતિને રોકવા માટે રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા સાથે પણ કામ કરી રહી છે. તેમણે ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભૂમિ ધોવાણ અને વાવેતરને રોકવાની યોજનાની સકારાત્મક અસર વિશે પણ જણાવ્યું હતું. તેની અસર ત્યાંના લોકોના જીવન પર પણ સકારાત્મક અસર પડી છે.
આ પણ વાંચોઃ Toolkit case: રમન સિંહ અને સંબિત પાત્રાને હાઈકોર્ટમાંથી મળી રાહત, FIR પર લગાવ્યો પ્રતિબંધ
પીએમ મોદીએ સ્થાનિક તકનીકની મદદથી જમીનના ધોવાણને રોકવા પર વિશેષ ભાર મૂક્યો. વિકાસશીલ દેશો માટે જમીનના અધોગતિને ખાસ કરીને પડકારજનક ગણાવતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અન્ય વિકાસશીલ દેશોને આ કામમાં મદદ કરી રહ્યું છે. તેમણે તેમના ભાષણના અંતમાં કહ્યું કે આપણી ભાવિ પેઢીઓને સ્વસ્થ વિશ્વ આપવું એ આપણા બધાની પવિત્ર ફરજ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube