UPI ID Deactivate: UPI Payment: UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) એપ્સનો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે 1 જાન્યુઆરી એકદમ ખાસ દિવસ છે. જોકે તમે એક UPI એપ યુઝર છો જેમણે 1 વર્ષ કે તેથી વધુ સમયથી ઓનલાઈન પેમેન્ટ નથી કર્યું, તો તમારું એકાઉન્ટ નવા વર્ષથી બંધ થઈ જશે, ત્યારબાદ તમે UPI ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાન્યુઆરીમાં આ 3 રાશિવાળાની નિકળી શકે છે લોટરી, આ ગ્રહોની કૃપાથી થશો માલામાલ
1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો, તાત્કાલિક વાંચી લો, નહીંતર પડશે મુશ્કેલીઓ


NPCIએ જારી કર્યું સર્કુલર
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં આ માહિતી બહાર આવી છે કે તમામ UPI ID જે એક વર્ષથી એક્ટિવેટ નથી થયા તે 31 ડિસેમ્બર, 2023થી બંધ થઈ જશે. ગાઇડલાઇન જણાવે છે કે TPAP અને PSP બેંકોએ UPI ID અને સંબંધિત UPI નંબર અને ગ્રાહકોના ફોન નંબરની ઓળખ કરવી જરૂરી છે જેમણે એક વર્ષના સમયગાળા માટે કોઈ નાણાકીય (ડેબિટ અથવા ક્રેડિટ) અથવા બિન-નાણાકીય વ્યવહારો કર્યા નથી. ત્યારબાદ, આવા ગ્રાહકોના UPI ID અને UPI નંબરો ઇનવર્ડ ક્રેડિટ વ્યવહારો માટે અક્ષમ કરવામાં આવશે અને PSP UPI મેપરથી સંબંધિત ફોન નંબરોની નોંધણી રદ કરશે.


નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો


NPCI વિશે
NPCI, એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, ભારતની બિન-લાભકારી સંસ્થા છે. તે ભારતની રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમનું સંચાલન કરે છે. PhonePe, Google Pay અને Paytm જેવી તમામ UPI એપ NPCI માર્ગદર્શિકા પર કામ કરે છે.


આ એપ્સ દ્વારા થતા તમામ વ્યવહારો NPCI દ્વારા નિયંત્રિત થાય છે. NPCI કોઈપણ પ્રકારના વિવાદના કિસ્સામાં મધ્યસ્થી પણ કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે UPI એપ્સ દ્વારા થતા તમામ વ્યવહારો સુરક્ષિત અને પારદર્શક છે.


વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી


શું છે નિયમો?
NPCI અનુસાર, આ પગલાનો હેતુ યુઝરની સુરક્ષા વધારવાનો છે. ઘણી વખત યૂઝર્સ તેમના જૂના મોબાઇલ નંબરને ડિલિંક કર્યા વિના નવું UPI ID બનાવે છે. આ જૂના ID નો ઉપયોગ કરીને અન્ય કોઈ વ્યક્તિ છેતરપિંડી કરી શકે તે જોખમ વધારે છે. NPCI માને છે કે 1 વર્ષથી ઉપયોગમાં ન આવતા IDs બંધ કરવાથી આ જોખમ ઘટશે.


'મહિલાને પ્રેગ્નેંટ કરો અને બાળક થશે મળશે 13 લાખ', બિહારમાં 'ગજબ' ની ઓફર
ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ