નવી દિલ્હી : પિરીયડ (માસિક ધર્મ) દરમિયાન ડાયેટનું ધ્યાન રાખવાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘણી મહિલાઓને આ સમય દરમિયાન થાક, સુસ્તી અને દુખાવો અનુભવાતો હોય છે. પિરીયડ દરમિયાન ક્રેમ્પ અને ચક્કર તો સામાન્ય વાત છે. જોકે પોષ્ટિક આહાર લેવાથી આ સમસ્યાઓથી બચી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તરબૂચ : તરબૂચ, દહીં, નારંગી, બદામ અને પાણી લેવાથી ફાયદો થાય છે. તરબૂચનું સેવન શરીરમાં પાણીની માત્રા જાળવી રાખે છે અને સાથે સુગર પર કંટ્રોલમાં રહે છે.


દહીં : દહીંમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંની મજબૂતી માટે બહુ જરૂરી છે. પિરીયડ દરમિયાન દહીં ખાવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જળવાયેલું રહેશે.


કેમોમાઇલ ટી : આ ટી પીવાથી પિરીયડ દરમિયાન રાહત મળે છે. આનાથી મસલ્સને આરામ મળે છે અને ક્રેમ્પ નબળા પડે છે. કેમોમાઇલ ટી પીવાથી હોર્મોનલ ચેન્જ કંટ્રોલમાં રહે છે અને ગુસ્સો ઓછો આવે છે. 


ડાર્ક ચોકલેટ : પિરીયડ દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવાથી ફાયદો થાય છે. એમાં હાજર રહેલ  એન્ટી ઓક્સિડન્ટ સેરોટોનીન બનાવે છે જે મૂડને શાંત અને હળવાશભર્યો બનાવે છે. 


આ સિવાય પિરિયડ દરમિયાન વિટામીન અને આર્યનયુક્ત પદાર્થોનું વધારે સેવન કરવું જોઈએ. આ દરમિયાન કેફિન લેવાનું ટાળવું જોઈએ કારણ કે કેફિનથી પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય છે અને દર્દ વધી જાય છે. 


હેલ્થને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...