લખનઉના ભીખારીઓ મહિને કરે છે 1 લાખની કમાણી, સ્માર્ટફોનની સાથે પાનકાર્ડનો પણ કરે છે ઉપયોગ
યુપીની રાજધાની લખનઉમાં ભીખારીઓએ કમાણીના મામલામાં ઘણા નોકરી કરતા લોકોને પણ પાછળ છોડી દીધા છે. ઘણા ભીખારીઓ પાસે સ્માર્ટફોનથી લઈને પાનકાર્ડ પણ મળ્યા છે. તેની માસિક સરેરાશ આવક 90 હજારથી 1 લાખ રૂપિયા સુધી છે.
લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ભીખારીઓ નવાબો જેવી જીંદગી જીવી રહ્યા છે.. જી હાં, આ ભીખારીઓએ કમાણીમાં મધ્યમવર્ગીય નોકરિયાતને પાછળ છોડી દીધો છે.. હાલમાં જ લખનઉમાં ભીખારીઓની ધરપકડનું અભિયાન હાથ ધરવામાં આવ્યું અને સર્વે કરવામાં આવ્યો.. આ સર્વેમાં ચોંકાવનારી હકીકત એ સામે આવી કે જે અધિકારીઓએ ભીખારીઓ વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું એ અધિકારીઓનો પગાર ભીખારી કરતા ઓછો નીકળ્યો,, જુઓ આ રિપોર્ટ..
મંદિરો પાસે.. ટ્રાફિક સિગ્નલ પર.. કે પછી રસ્તા પર તમને ભીખારી તો મળી જ જતા હશે.. જેમને તમે મજબૂર, નિરાધાર, ગરીબને તમે બેચારા સમજીને ભીખ આપતા હશો.. પરંતુ, જો તમે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં છો તો, ભીખારીની હાલત જોઈને ભ્રમમાં ન રહેતા.. બની શકે કે એ ભીખારી તમારા કરતા વધુ અમીર હોય.. તમારા કરતા વધુ તેની કમાણી હોય...
એક વ્યક્તિનું નામ ધર્મવીર છે.. ભીખ માગવી આની મજબૂરી નહીં પરંતુ, ધંધો છે.. એટલા માટે ભીખ માગવાની તેમની એપ્રોચ પણ એકદમ ધંધાર્થી જેવી છે.. જ્યારે અમે તેને પૂછ્યું કે ભીખ માગીને કેટલી કમાણી કરી લો છો ત્યારે એકદમ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો..
લોકોને તેની ઔકાત જણાવતો આ ભીખારી છેલ્લાં 32 વર્ષથી લખનઉમાં ભીખ માગી રહ્યો છે.. એટલું જ નહીં ભીખ માગી માગીને ધર્મવીર ગ્રેજ્યુએશન પણ કરી ચૂક્યો છે.. પરંતુ, નોકરીમાં એ કમાણી ક્યાં જે ભીખ માગવામાં થાય છે.
જ્યારે ભીખ માગીને લખપતિ બની શકાય છે તો પછી નોકરી કરવાની શું જરૂર.. લખનઉમાં તો ભીખારીઓની હેસિયત નવાબો જેવી છે.. 90 હજાર રૂપિયા પ્રતિમાસ તો સારી સારી નોકરી કરનારાઓ પણ નથી કમાઈ શકતા.. અને જો કમાઈ આટલી હોય તો પછી બેંક એકાઉન્ટ તો રાખવું જ પડે..
ચોંકાવનારું તથ્ય એ સામે આવ્યું છેકે, લખનઉમાં જેટલા પણ ભીખારી છે તેમાંથી માત્ર 10 ટકા જ ભીખારી મજબૂરીમાં ભીખ માગી રહ્યા છે.. બાકી 90 ટકા ભીખારી ભીખ માગવાને વ્યવસાય સમજે છે.. એટલે કે, ભીખ માગવી એ આમનું કામ છે જે તેમણે બાઈ ચોઈસ પસંદ કરેલું છે..
જ્યારથી સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી એવું લાગી રહ્યું છેકે લખનઉના રસ્તાઓ પર ઊભેલો દરેક ભીખારી નોકરિયાત વર્ગના લોકોને ચીડવી રહ્યો હોય..
તો હવે જ્યારે પણ તમે લખનઉ આવો અને કોઈ ભીખારી મળી જાય તો એકવાર જરૂર વિચારજો.. એ ભીખારીની આવક તમારી આવકથી વધુ હોય શકે છે.. અને તેની નજરમાં તમે દયાને પાત્ર બની શકો છો.. તમે ચોંકી ગયા હશો પરંતુ, ભીખારી પર થયેલા એક સર્વેમાં આ વાત સ્પષ્ટ થઈ છે.. આના પર ઘણા ખુલાસા પણ થયા છે..
રિપોર્ટમાં સામે આવ્યું છેકે, લખનઉમાં ભીખારીઓની દૈનિક કમાણી 3 હજાર રૂપિયા સુધીની છે..એટલે કે, લખનઉમાં એક ભીખારી માસિક 90 હજાર રૂપિયા કમાઈ લે છે..આ હિસાબે લખનઉના ભીખારી એક વર્ષમાં 10 લાખ 80 હજાર રૂપિયા કમાઈ છે.. હવે તમે જાતે જ નક્કી કરો કે લખનઉના ભીખારી કરતાં તમારી આવક વધારે છેકે ઓછી.. લખનઉના ભીખારીઓ પર થયેલા સર્વેમાં એવી એવી માહિતી સામે આવી છે જે તમે જાણશો તો ચોંકી જશો..
જી હાં, ભીખારીઓને લખનઉના લોકો દૈનિક 63 લાખ રૂપિયાથી વધુની ભીખ આપે છે..ભીખ માગવામાં સૌથી વધુ કમાણી મહિલાઓની થાય છે. નાના બાળકોને તેડીને અથવા તો ગર્ભવતિ મહિલાને વધુ રૂપિયા મળે છે. ભીખ માગનાર મહિલાની કમાણી દૈનિક 3 હજાર રૂપિયા જેટલી હોય છે. વૃદ્ધ અને બાળકો દૈનિક 900થી લઈને 2000 રૂપિયા સુધી કમાઈ લે છે. લખનઉના ચારબાગમાં એક ભીખારીના બેંક એકાઉન્ટમાં 13 લાખ રૂપિયા છે.સર્વેમાં ખુલાસો થયો કે એક મહિલા ભીખ માગવા માટે સાત વખત ગર્ભવતિ થઈ. એટલે કે, લખનઉના ભીખારી કોઈ નવાબ કે રાજાથી ઓછા નથી.