આવકવેરા વિભાગની ટીમે ઓડિશા અને ઝારખંડમાં બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ પર દરોડા માર્યા અને આ રેડમાં કંપની સંલગ્ન ઠેકાણાઓ પરથી ભારે સંખ્યામાં નોટોના બંડલો મળી આવ્યા છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહી ઓડિશાના બોલાંગીર, સંબલપુર અને ઝારખંડના રાંચી, લોહરદગામાં હાથ ધરાઈ. જે હજુ પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ દરોડામાં બુધવાર સુધીમાં 50 કરોડ રૂપિયાની નોટોની ગણતરી પૂરી કરવામાં આવી હતી. પરંતુ નોટોની સંખ્યા એટલી બધી હતી કે મશીનો પણ હાંફી ગઈ અને કામ કરતી બંધ થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરોડાની કાર્યવાહી દરમિયાન મળેલી કેશથી અંદાજો લગાવી શકાય કે બુધવાર સુધીમાં જ આવકવેરા વિભાગની ટીમે 50 કરોડ રૂપિયા કેશ જપ્ત કરીને તેની ગણતરી પણ કરી લીધી છે. જો કે આ રેડની કાર્યવાહી હજુ પૂરી થઈ નથી. આવકવેરા વિભાગના લોકો હજુ પણ બૌધ ડિસ્ટિલરીઝના ઠેકાણાઓ પર છે અને કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube