કન્નૌજ: આવકવેરા વિભાગે ટેક્સ ચોરીની તપાસ હેઠળ આજે યુપીના અત્તર વેપારીઓ અને કેટલાક અન્ય સાથે સંકળાયેલા લોકોના ત્યાં રેડ મારી. અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ કન્નૌજ, કાનપુર, દિલ્હી-એનસીઆર, સુરત, મુંબઈ અને કેટલીક અન્ય જગ્યાઓ પર દરોડા મારવામાં આવી રહ્યા છે. લગભગ 50 ઠેકાણે દરોડાની કાર્યવાહી ચાલુ છે. સમાજવાદી પાર્ટીએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને દાવો કર્યો કે કન્નૌજમાં તેમના એમએલસી પુષ્પરાજ જૈન પમ્પીના ત્યાં દરોડો મારવામાં આવ્યો છે. 


આવકવેરાની કાર્યવાહીથી સપા ભડકી
સપાએ ટ્વિટર હેન્ડલથી ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે ગત વખતની અપાર નિષ્ફળતાઓ બાદ આ વખતે ભાજપના પરમ સહયોગી આવકવેરા વિભાગે સપાના એમએલસી પુષ્પરાજ જૈન પમ્પી અને કન્નૌજના અન્ય અત્તરના વેપારીઓના ત્યાં આખરે દરોડા પાડ્યા. ડરેલી ભાજપા દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ખુલ્લેઆમ દુરઉપયોગ, ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં સામાન્ય છે. જનતા બધુ જોઈ રહી છે. વોટથી જવાબ આપશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube