ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓ માટે મહત્ત્વની સુચના આપવામાં આવી છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તમારે મસમોટો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે. ઈનકમ ટેક્સ વિભાગે આપેલી માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં તમે આઈટી રિટર્ન નહીં ફાઈલ કરો તો તમારે પેનલ્ટી ભરવી પડશે. 31 ડિસેમ્બર સુધીમાં દરેકે આઈટીઆર ફાઈલ કરવું ફરજિયાત છે. આ તારીખ સુધીમાં ITR નહીં ભરો તો 5 લાખથી નીચેની આવક પર 1 હજાર અને વધુની આવક પર 5 હજાર દંડ વસુલવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી પણ સુચના આપવામાં આવી છેકે, કરદાતાઓ તેમના રિટર્ન સમયસર ફાઇલ નહિ કરે તો તેમના કેસ રિઓપન કરી દેવાશે. રિટર્નમાં સાચી માહિતી દર્શાવવી પડશે. પગારદાર કરદાતાઓ, નોન ઓડિટ વેપારી કે જેમનુ ટર્નઓવર બે કરોડથી નીચે હોય તેમણે ૩૧ જુલાઈ એ રિટર્ન ફાઇલ કરવાના હતા. જ્યારે કંપની, ટ્રસ્ટ અને ઓડિટ થતુ હોય તેવી કંપનીઓને ૩૧ ઓક્ટોમ્બરે રિટર્ન ફાઈલ કરવાના હતા. જો કોઈ કારણસર રિટર્ન ફાઈલ કરી શકાયુ નહોય તો ૩૧ ડિસેમ્બર સુધીમાં ફાઈલ કરી સકાશે. 


રિટર્ન ફાઈલ કરતી વખતે પેલ્ટી સાથે ટેકસ ભરવો પડશે. પાંચ લાખથી ઓછી આવક હોય તો એક હજાર પેન્સ્ટી અને પાંચ લાખથી વધુની આવક હોય તો પાંચ હજાર પેનલ્ટી સાથે ટેક્સ ભરવો પડશે. ૩૧ ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરી દેવા પડશે ત્યાર બાદ માર્ચ મહિનામાં અપડેટેડ રિટર્ન ફાઈલ કરવુ પડશે જેમાં ૫૦ ટકા પેનલ્ટી સાથે ટેકસ ભરવો પડશે. જો રિટર્નમાં ખોટી માહિતી દર્શાવી હશે તો કેસ રિઓપન કરાશે. આવકવેરાના અધિકારીઓ કેસ રિઓપન કરીને તપાસ કરશે અને નહિ દર્શાવેલી માહિતી મળશે તો નોટિસ પણ કરદાતાઓને ઇસ્યુ કરી દેવાશે.