નવી દિલ્હી: ઇનકમ ટેક્સ વિભાગે હિન્દુસ્તાન પાવર પ્રોજેક્ટ પર દરોડા અને તપાસ દરમિયાન 1350 કરોડ રૂપિયાથી વધારે ટેક્સ ચોરી પકડી છે. આ કંપની મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજાની છે. આ સૌર ઉર્જા ક્ષેત્રમાં કામ કરતી કપંની છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ (સીબીડીટી)એ સોમવારે કહ્યું કે, આ દરોડા આ મહિલાની શરૂઆતમાં દિલ્હી-એનસીઆર, ભોપાલ, ઇન્દોર અને ગોવામાં કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ઇનકમ ટેક્સ (સંશોધન) નિયામક મંડળે મહત્વ અને વિશ્વસનિય સૂચનાઓના આધાર પર દરોડા પાડ્યા છે. આ સૂચના કંપનીમાં મોટા પ્રમાણમાં વગર એકાઉન્ટિંગ પુસ્તકોવાળી સંપત્તિ, તેને રાખવા અને અપ-ડાઉન કરવાના સંબંધિત હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019 માટે કેમ મહત્વનું છે આ તબક્કાનું મતદાન, જાણો 5 વાતો


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...