બેંગ્લુરુ: કર્ણાટકના સિંચાઈ મંત્રી સી એસ પુત્તારાજુ અને તેમના ભત્રીજાના ઘર પર આજે સવારે આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા. ગુરુવારે વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમ ત્યાં પહોંચી અને દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી. આ દરોડા બાદ પ્રદેશના મુખ્યમંત્રી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે આવકવેરા વિભાગ દ્વારા દરોડાનું કાવતરું રચવામાં આવ્યું છે. કુમારસ્વામીએ કહ્યું કે કર્ણાટકમાં સત્તામાં રહેલા જેડીએસ-કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કાવતરું રચાઈ રહ્યું છે અને તે હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં બુધવારે સાંજે કુમારસ્વામીએ કહ્યું કે રાજ્યમાં આવકવેરા વિભાગના દરોડા પાડવા માટે દેશના વિભિન્ન ભાગોમાંથી સીઆરપીએફના જવાનોને રાજ્યમાં લાવવામાં આવ્યાં છે. તેમણએ માંડ્યામાં પત્રકારોને કહ્યું કે તેમના પાસે ખાસ સૂચના છે કે દેશના વિભન્ન ભાગોમાંથી 200થી 300 સીઆરપીએફના જવાનોને લાવવામાં આવ્યાં છે. તેમને અહીં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યાં છે. 


બિહારમાં મહાગઠબંધન પર સંકટના વાદળ છવાયા, કોંગ્રેસના અનેક નેતાઓ RJDના વલણથી નાખુશ


ગુરુવારે દરોડા પડવાનો પણ કર્યો હતો દાવો
મુખ્યમંત્રીએ એવો પણ દાવો કર્યો હતો કે ગુરુવારે સવારે પાંચ વાગ્યાથી દરોડા પડશે. અત્રે જણાવવાનું કે આ અગાઉ કર્ણાટકમાં ગત વર્ષ 2018ની એપ્રિલમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગનું કહેવું હતું કે મૈસૂરુ અને બેંગ્લુરુમાં અનેક ઠેકેદારોના ઘર અને ઓફિસ પર દરોડા મારવામાં આવ્યા હતાં. આ દરમિયાન રાજ્ય સરકારમાં પીડબલ્યુડી મંત્રી એચ.સી.મહાદેવપ્પાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં. 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...